ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાનાં વાદળો રોકવાં મુશ્કેલ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષનું સત્તાવાર કથન

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાનાં વાદળો રોકવાં મુશ્કેલ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષનું સત્તાવાર કથન 1 - image


- ડેનીસ ફ્રાંસીસે ભારતના શાંતિ પ્રયાસો બિરદાવ્યા

- રશિયા યુક્રેન ઇઝરાયેલ હમાસ, પાક ઇરાન યુદ્ધો તથા ચીન-તાઈવાન સંઘર્ષ અને રાતા સમુદ્રની અશાંતિએ ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વધારી દીધી છે

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ડેનીસ ફ્રાંસીસે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે ત્રીજા વિશ્વયુદ્ધની આસંકાનાં ઘેરાતાં વાદળો રોકવાં મુશ્કેલ છે. આ સાથે તેઓએ સૌ કોઇને આંચકો આપી દીધો છે.

ભારતની મુલાકાતે આવેલા ડેનીસ ફ્રાંસિસે ગઇકાલે મોડી સાંજે મીડીયાને કરેલાં સંબોધનમાં પોતાનાં એ વિધાનોને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ- હમાસ, પાક-ઇરાન યુદ્ધ તથા ચીન-તાઈવાન સંઘર્ષ અને રાતા સમુદ્રની અશાંતિએ ત્રીજાં વિશ્વ યુદ્ધની આશંકા વધારી દીધી છે. રાતા સમુદ્રમાં સ્થિતિ બેહદ ચિંતાજનક બની રહી છે, તે હજી પણ વધુ બગડવાની પૂરી શક્યતા છે.

આ સાથે તેઓએ સંઘર્ષનાં સંઘનીકરણ અંગે પણ ગંભીર ચિંતા દર્શાવી હતી અને કહ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ એટલી બધી તંગ બની ગઈ છે કે તેમાંથી જ ત્રીજાં વિશ્વયુદ્ધનો ભડકો થવાની શક્યતા છે.

ગાઝામાં દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત અપનાવવા અંગે ભારતે ભારપૂર્વક કરેલાં સૂચન માટે ભારતની પ્રશંસા કરી હતી, અને નવી દિલ્હીનાં વલણને ઘણું જવાબદાર વ્યાવહારિક સમજદાર અને આવશ્યક કહ્યું હતું.

રાતા સમુદ્રની પરિસ્થિતિને તેઓએ ઘણી જ ચિંતાજનક કહી હતી અને કહ્યું હતું કે હૂતીઓ દ્વારા થઇ રહેલી આ કાર્યવાહીને ત્રીજો પક્ષ સહાય કરી રહ્યો છે જે ઘણું જ હાનીકારક છે. ઘણું જ ખતરનાક છે. કારણ કે, જે આપણે ઇચ્છતા જ નથી, તે ત્યાં થઇ રહ્યું છે તે છે. યુદ્ધનું ક્ષેત્રીકરણ (સઘનીકરણ) થઇ રહ્યું છે, તે છે. આપણે તે ઇચ્છતા નથી. કારણ કે તેનો અર્થ જ તે થાય છે કે યુદ્ધ હજી વધુ ભડકશે. તંગદિલી વધશે તેથી તે પરિસ્થિતિ ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા તરફ લઇ જાય તેમ છે.

સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ વ્યાપક વાતચીત કરી હતી. જેમાં ગાઝાની સ્થિતિ યુક્રેન સંઘર્ષ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ભૂમિકા તથા સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં સુધારા કરવા વિષે પણ ચર્ચા થઇ હતી. આ અંગે એસ. જયશંકરે ટ  ઉપર જણાવ્યું હતું કે આજે બપોરે નવી દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ડેનીસ ફ્રાંસીસનું સ્વાગત કરતાં ઘણો આનંદ થયો. અમારી જી-૨૦ની અધ્યક્ષતા તથા વૉઈસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટ સંબંધે તેઓની લાગણી ઘણી સકારાત્મક રહી જે ઉલ્લેખનીય છે. તેઓે બહુપક્ષવાદ (મલ્ટી લેટરાબિઝમ)ને મજબૂત કર્યું છે. તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેષત: સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં તત્કાળ સુધારાની આવશ્યકતા અંગેનું તેઓનું વલણ પણ પ્રશંસનીય રહ્યું. એસ.જયશંકરે આ સાથે વધુમાં કહ્યું હતું કે ફ્રાંસિસે તે સ્વીકાર્યું હતું કે ગાઝાની પરિસ્થિતિ ઘણી જ ચિંતાજનક છે. તે માટે શાંતિ અને શાંતિ તે જ એક માત્ર માર્ગ છે. પરંતુ આજની ભૂ-રાજકીય વાસ્તવિક્તાઓ પરિષદમાં પ્રતિબિંબત નથી થતી, સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સુધારા માટે તેમણે કહ્યું કે તે અનિવાર્ય છે.


Google NewsGoogle News