VIDEO| રેલીમાં અચાનક મંચ તૂટી પડ્યું, નવ લોકોના દટાઈ જતા મોત, મેક્સિકોમાં મચી અફરાતફરી

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
VIDEO| રેલીમાં અચાનક મંચ તૂટી પડ્યું, નવ લોકોના દટાઈ જતા મોત, મેક્સિકોમાં મચી અફરાતફરી 1 - image


Stage Collapses In Mexico: મેક્સિકોના નુએવા લિયોન રાજ્યના સેન પેડ્રો ગાર્જા ગાર્સિયા શહેરમાં નાગરિક આંદોલન પાર્ટીની રેલી દરમિયાન સ્ટેજ તૂટતાં અફરાતફરી મચી ગઇ ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે અનેક ઘાયલ થયા હતા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ મંચ પર હાજર હતા 

પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જ્યોર્જ અલ્વારેજ મેનેજે સોશિયલ મીડિયા પર કહ્યું કે એક રાજકીય કાર્યક્રમમાં ભારે પવનને કારણે સ્ટેજ તૂટ્યું હતું. આ દરમિયાન હું પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે મારી ટીમના અનેક સભ્યોને ઈજા થઇ છે. તોફાનને કારણે હવે તંત્રએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

VIDEO| રેલીમાં અચાનક મંચ તૂટી પડ્યું, નવ લોકોના દટાઈ જતા મોત, મેક્સિકોમાં મચી અફરાતફરી 2 - image


Google NewsGoogle News