Get The App

વ્હાઈટ હાઉસમાં AIની જવાબદારી 'શ્રીરામ'ને, અમેરિકામાં ભારતીયોનો દબદબો, ટ્રમ્પનો નિર્ણય

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
વ્હાઈટ હાઉસમાં AIની જવાબદારી 'શ્રીરામ'ને, અમેરિકામાં ભારતીયોનો દબદબો, ટ્રમ્પનો નિર્ણય 1 - image


Sriram Krishnan Senior Policy Advisor For AI in Trump Government : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુ એક મોટું એલાન કરતાં જણાવ્યું કે ભારતીય મૂળના અમેરિકના આંત્રપ્રિન્યોર અને લેખક શ્રીરામ કૃષ્ણન આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મોટી જવાબદારી સોંપાઈ રહી છે. તે અમેરિકન નેતૃત્વમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. 



અનેક મોટી કંપનીઓમાં ભજવી ચૂક્યા છે મોટી ભૂમિકા 

શ્રીરામ કૃષ્ણન વ્હાઇટ હાઉસમાં સિનિયર પોલિસી એડવાઈઝર તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. એ પહેલા શ્રીરામ કૃષ્ણન અનેક મોટી કંપનીઓમાં મહત્ત્વના પદે રહી ચૂક્યા છે જેમાં Microsoft, Twitter, Yahoo!, Facebook અને Snap વગેરેના નામ સામેલ છે. ટ્રમ્પે કહ્યું કે તે David Sacks સાથે કામ કરે જે વ્હાઈટ હાઉસ એઆઈ એન્ડ ક્રિપ્ટો સીઝર હશે. 

અમેરિકન લીડરશિપ પર ધ્યાન આપવું પડશે 

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે શ્રીરામ કૃષ્ણનને આ જવાબદારીની સાથે અમેરિકન નેતૃત્વ પર સતત ધ્યાન રાખવું પડશે. સાથે જ એઆઈ પોલિસી બનાવવા અને તેને લાગુ કરવામાં મદદ કરવાની રહેશે. શ્રીરામે માઈક્રોસોફ્ટમાં તેમની કારકિર્દી વિન્ડોઝ એઝરના સંસ્થાપક સભ્ય તરીકે શરૂ કરી હતી. 

વ્હાઈટ હાઉસમાં AIની જવાબદારી 'શ્રીરામ'ને, અમેરિકામાં ભારતીયોનો દબદબો, ટ્રમ્પનો નિર્ણય 2 - image




Google NewsGoogle News