અમેરિકા-ઓસ્ટ્રેલિયા બાદ શ્રીલંકાનું ભારતને સમર્થન, કહ્યું કેનેડા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન

કેનેડિયન પ્રધાનમંત્રીની પાસે કોઈપણ પુરાવા વગર આક્ષેપો કરવાની આ જ રીત : શ્રીલંકાના વિદેશમંત્રી

ભારત પર કેનેડાએ પાયાવિહોણા આક્ષેપ કર્યા બાદ હવે ચારેય બાજુએથી ઘેરાય ગયુ

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
અમેરિકા-ઓસ્ટ્રેલિયા બાદ શ્રીલંકાનું ભારતને સમર્થન, કહ્યું કેનેડા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન 1 - image


India-Canada Diplomatic Row: ભારત પર કેનેડાએ પાયાવિહોણા આક્ષેપ કર્યા બાદ હવે ચારેય બાજુએથી ઘેરાય ગયુ છે. પહેલા અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ભારતને સમર્થન આપ્યા બાદ હવે પાડોશી દેશ શ્રીલંકાએ પણ ભારતને સમર્થન આપ્યું છે. કેનેડા-ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહ્યું કે કેટલાક આતંકવાદીઓને કેનેડામાં સુરક્ષિત આશ્રય મળી રહ્યો છે. 

કેનેડિયન પ્રધાનમંત્રીની પુરાવા વગર આક્ષેપો કરવાની આ જ રીત : અલી સાબરી

શ્રીલંકના વિદેશમંત્રી અલી સાબરી(Ali Sabry)એ વધુમાં કહ્યું હતું કે કેનેડિયન પ્રધાનમંત્રીની પાસે કોઈપણ પુરાવા વગર આક્ષેપો કરવાની આ જ રીત છે. આ ઉપરાંત વધુમાં કહ્યું હતું કે ટુડોએ શ્રીલંકા વિશે પણ આવી જ પાયાવિહોણી વાત કરી હતી અને કહ્યું હતું કે શ્રીલંકામાં ભયંકર નરસંહાર થયો હતો, જે સંપૂર્ણરીતે ખોટી વાત હતી. વિદેશમંત્રીએ કહ્યું હતું કે બધા લોકો જાણે છે કે આમારા દેશમાં આવોકોઈ નરસંહાર થયો ન હતો. સાબરીએ વધુમાં આગણા જણાવતા બોલ્યા હતા કે મેં ગઈકાલે જોયું કે કેવી રીતે ટુડો નાઝીઓ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિનું જોરદાર સ્વાગત કરી રહ્યા હતા. શ્રીલંકાના મંત્રીએ કહ્યું કે આ શંકાસ્પદ છે.

અમે ભારતને સમર્થન આપીએ છીએ : શ્રીલંકા

ભારત પર કેનેડાના આરોપો વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે શ્રીલંકાના વિદેશમંત્રી અલી સાબરીએ કહ્યું હતું કે મને લાગે છે કે ભારતની પ્રતિક્રિયા ખુબ જ આકરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે અમે ભારતને સમર્થન આપીએ છીએ. આ સિવાય જણાવતા કહ્યું હતું કે મારા જીવનના 40 વર્ષ શ્રીલંકામાં આતંકવાદના વિભિન્ન રુપોનો સામનો કરતા વિતાવ્યા છે. આતંકવાદને કારણે મે ઘણા મિત્રો અને સાથીઓને ગુમાવ્યા છે. 

 બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News