'ભારતના આભારી છીએ, મદદ વગર અમે બચી ન શક્યા હોત...', પાડોશી દેશના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન
India - Sri Lanka Relations : શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ભારતના ભરપૂર વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, અમે ભારતના આભારી છીએ. અમે ભારતની મદદ વગર બચી ન શક્યા હોત. એજ કારણ છે કે અમે બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો પર પણ વિચાર કરી રહ્યા છીએ.
વિક્રમસિંઘે એમ પણ કહ્યું કે, તેઓ IIT મદ્રાસની એક બ્રાન્ચને શ્રીલંકાના કૈંડીમાં ખોલવા ઈચ્છે છે. તેમણે ભારતની સાથે મજબૂત આર્થિક સંબંધો બનાવવા અને કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો પણ આગ્રહ કર્યો. ગત વર્ષ શ્રીલંકામાં આર્થિક સંકટ વધ્યું અને ગોટબાયા રાજપક્ષેના રાજીનામાં બાદ રાનિલ વિક્રમસિંઘેએ જ દેશની કમાન સંભાળી લીધી હતી. ત્યારે ભારતે શ્રીલંકાને આ આર્થિક સંકટથી બહાર નિકળવા માટે 5 બિલિયન ડૉલરની આર્થિક મદદ કરી હતી.
ભારત સાથે સંબંધો મજબૂત કરવાની કહી વાત
એક ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યૂમાં વિક્રમસિંઘે કહ્યું કે, ભારતના આભારી છીએ, તેના વગર અમે જીવિત ન રહી શકત અને એજ કારણ છે કે અમે બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો, વિશેષ રૂપે વેપાર અને આર્થિક સફળતા તરફ પણ જોઈ રહ્યા છીએ, જે રીતે આપણે સંબંધોને આગળ વધારવાના છે. ભારત-લંકા સંબંધો સારા થઈ રહ્યા છે અને આજે અમે બંને દેશો વચ્ચે ગાઢ આર્થિક સંબંધો અને કનેક્ટિવિટીમાં સુધારા પર ધ્યાન આપી રહ્યા છીએ. મને લાગે છે કે આ રસ્તો છે. યોગ્ય છે, અમે અમે લોન રિસ્ટ્રક્ચરિંગ સાથે આગળ વધ્યા છીએ અને અમે તેને પૂર્ણ કરી લીધું છે, આ હવે સત્તાવાર ભાગ છે. અમારે OCC સાથે સમજૂતી કરવી પડશે. તેમાં સૈદ્ધાંતિક સંમતિ સધાઈ છે.
ચીની જહાજોની શ્રીલંકામાં હાજરી પર શું કહ્યું?
શ્રીલંકામાં ચીની જહાજોની હાજરી પર રાનિલ વિક્રમસિંઘે કહ્યું કે, અમે ભારતને હંમેશાથી કહ્યું છે કે, અમે ભારતીય સુરક્ષાને ધ્યાનમાં રાખી છે અને એવું કંઈ નહીં થવા દઈએ જે ભારતીય સુરક્ષા માટે હાનિકારક હોય. આ તમામ હાઈડ્રોગ્રાફિક જહાજ છે. એટલા માટે અમે તેને ત્યાં આવવાની મંજૂરી આપી છે. અમે નિર્ણય લીધો છે કે આ વર્ષે અમે શ્રીલંકા માટે ક્ષમતા નિર્માણ પર ધ્યાન આપીશું. એટલા માટે અમે બીજાની સાથે સહયોગ કરીને શ્રીલંકાની પોતાની જલ વિજ્ઞાન ક્ષમતાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. પરિણામે અમે કહ્યું છે કે, હાઈડ્રોલોજિકલ મામલાઓ પર કોઈ પણ દેશથી કોઈ પણ જહાજ શ્રીલંકા ન આવી શકે, પરંતુ જો તેઓ નૌસેનાના જહાજ છે જે મુલાકાતે આવી રહ્યા છે, તો હાં અમે તેની મંજૂરી આપીશું.
વિક્રમસિંઘે ચીનના કર્યા વખાણ
ચીની નૌસેનાના જહાજો આવવા પર રાનિલ વિક્રમસિંઘે કહ્યું કે, આમ પણ તે શ્રીલંકા આવતા રહે છે. ભારતીય જહાજ આવે છે, ચીની જહાજ આવે છે, જાપાની જહાજ આવે છે. શ્રીલંકામાં તમામ જહાજ અમેરિકી જહાજ આવે છે. છેલ્લા કેટલાક સમયથી ચીની જહાજ શ્રીલંકા આવતા રહે છે. અને ચીને ક્યારે પણ ભારત અને શ્રીલંકા વચ્ચે વિવાદ કરાવવાનો પ્રયાસ નથી કર્યો. તેઓ હંમેશા કહે છે કે, આપણે ભારતની સાથે મળીને રહેવું પડશે. જ્યાં સુધી આપણો સવાલ છે, ત્યાં ક્યારેય કોઈ મુદ્દો નથી રહ્યો. આવનારા જહાજોની સંખ્યા ન તો વધી છે અને ન તો ઘટી છે. પરંતુ અમે અન્ય દેશોના જહાજોને પણ આવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ, જે પહેલા ત્યાં ન હતા. જાપાન, ભારત, પાકિસ્તાનના જહાજ આવતા રહે છે. પરંતુ અમે કેટલાક યૂરોપીય દેશોને શ્રીલંકા આવવા માટે કહ્યું છે.
ભારતની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ
હવે જે અમે ભારતને હંમેશા કહ્યું છે, તે એ છે કે અમે ભારતીય સુરક્ષાને ધ્યાનમાં રાખી છે અને અમે એવું કંઈ પણ નહીં થવા દઈએ જે ભારતીય સુરક્ષા માટે હાનિકાર હોય, અને આ તમામ હાઇડ્રોગ્રાફિક જહાજ છે. એટલા માટે અમે તેમને ત્યાં આવવાની મંજૂરી આપી છે.