Get The App

શ્રીલંકા ભારતની જાસૂસી કરતા ચીની જહાજોને પ્રવેશની છૂટ આપશે

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
શ્રીલંકા ભારતની જાસૂસી કરતા ચીની જહાજોને પ્રવેશની છૂટ આપશે 1 - image


- આગામી વર્ષે વિદેશી જહાજોના પ્રવેશનો પ્રતિબંધ હટાવશે

- અમે અન્ય દેશોના જહાજોને મંજૂરી આપીને માત્ર ચીનને બ્લોક ના કરી શકીએ ઃ શ્રીલંકા

ઢાકા: શ્રીલંકાએ આગામી વર્ષથી પોતાના સમુદ્રી વિસ્તારોમાં વિદેશી જહાજોના પ્રવેશ પર જે પ્રતિબંધ લગાવ્યો હતો તેને આગામી વર્ષથી હટાવી લેવાનો નિર્ણય લીધો છે. ચીનની જાસુસી અંગે જાણ થયા બાદ ભારત અને અમેરિકાએ વ્યક્ત કરેલી ચિંતા બાદ શ્રીલંકાએ આ પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે હવે શ્રીલંકા ચીન સામે ઝૂકીને તેના જહાજોને પ્રવેશવાની અનુમતી આપશે. 

ચીનના જહાજો શ્રીલંકાના સમુદ્રી વિસ્તારોનો ઉપયોગ કરીને ભારતની જાસૂસી કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ અંગે ભારતે શ્રીલંકા સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકાએ પણ દબાણ વધાર્યું હતું. જે બાદ શ્રીલંકાએ વિદેશી જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ જાહેરાત કરી છે કે અમે અલગ અલગ દેશો માટે અલગ નિયમો ના બનાવી શકીએ. અમે અન્ય દેશોને મંજૂરી આપીને માત્ર ચીનને બ્લોક ના કરી શકીએ.  આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ શ્રીલંકાએ વિદેશી શોધ જહાજોના પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેને હવે આગામી વર્ષે હટાવી લેવામાં આવશે. શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે અમે અમારા પોર્ટ પર સંશોધન વગેરે કામો માટે વિદેશી જહાજોના પ્રવેશની છૂટ આપીશું. 



Google NewsGoogle News