What is Shi Yan 6: ચીને વધારી ભારતની ચિંતા, શ્રીલંકા સરકારે આપી ડ્રેગનના જહાજને સમુદ્રમાં રિસર્ચની પરમિશન

ભારતના ચીન સાથે સારા સંબંધ નથી, ત્યારે ચીને ફરી એકવાર તેના જહાજ શ્રીલંકામાં ઉતારીને ભારતની ચિંતા વધારી છે

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
What is Shi Yan 6: ચીને વધારી ભારતની ચિંતા, શ્રીલંકા સરકારે આપી ડ્રેગનના જહાજને સમુદ્રમાં રિસર્ચની પરમિશન 1 - image


China and Sri Lanka Friendship: શ્રીલંકાની સરકારે ફરી એકવાર ભારતની ચિંતામાં વધારો કર્યો છે. વાસ્તવમાં ચીનનું એક જહાજ 29 ઓક્ટોબરે કોલંબો પોર્ટ પર પહોચ્યું હતું. આ જહાજ અહીં બે દિવસ રહેશે. શ્રીલંકાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેણે આ ચીની જહાજને ટાપુના પશ્ચિમી તટ પર દેખરેખની સાથે સમુદ્રમાં 48 કલાક માટે રિસર્ચ કરવાની પરમિશન આપી છે. ભારતને શંકા છે કે આ જહાજ જાસૂસી જહાજ હોઈ શકે છે. આ પહેલા પણ ચીની જાસૂસી જહાજ શ્રીલંકામાં આવી ચુક્યું છે. ખતરાની આશંકા હોવા છતાં, વિદેશ મંત્રાલય શ્રીલંકાની સરકાર દ્વારા આવી પરમિશન આપવાથી થોડું ચિંતિત છે. શ્રીલંકાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ચીનનું સંશોધન જહાજ Xi Yan-6 સોમવારથી બુધવાર સુધી કોલંબોમાં રહેશે.

શ્રીલંકાની સરકારનું શું કહેવું છે?

દેખરેખ હેઠળ સમુદ્રમાં રિસર્ચને મંજૂરી આપવાનો નિર્ણય ફરી એકવાર હિંદ મહાસાગરમાં ચીનની વધતી હાજરી દર્શાવે છે. અહેવાલ અનુસાર શ્રીલંકાએ અગાઉ જહાજની સંભવિત જાસૂસી ક્ષમતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આ ચિંતાઓને દૂર કરવા માટે, ચીન તેના જહાજને સ્થાનિક વૈજ્ઞાનિકો અને સંશોધકો તેમજ શ્રીલંકાની નેવીની દેખરેખ હેઠળ રાખવા માટે સંમત થયું. શ્રીલંકાની સરકારનું કહેવું છે કે સંપૂર્ણ તપાસ બાદ તેણે આ જહાજને નિર્ધારિત સમય સુધી અહીં આવવાની પરમિશન આપી છે.

શ્રીલંકાના વૈજ્ઞાનિકો અને રિસર્ચર રહેશે હાજર 

શ્રીલંકા સરકાર અનુસાર બંને દેશની રિસર્ચ એકટીવીટી દરમ્યાન સ્થાનિક વૈજ્ઞાનિક Xi Yan-6 પર હાજર રહેશે. આ ઉપરાંત શ્રીલંકાની નૌસેના પણ ત્યાં હાજર રહેશે. ચીનનું  જહાજ કોલંબો પોર્ટ પર લાંગરેલું છે. આ જગ્યાએ ચીનની એક કંપની ડીપ સી ટર્મિનલ ચલાવે છે.

Xi Yan-6 કયું જહાજ છે?

ચીનના સરકારી ટીવી CGTN મુજબ Xi Yan-6 એક રિસર્ચ શીપ છે. જે સમુદ્ર વિજ્ઞાન, ભૂ-વિજ્ઞાન અને સમુદ્રી ઇકોલોજીનું પરીક્ષણ કરે છે. 

ભારતની ચિંતા શા માટે વધી?

આ પહેલા પણ ચીને આવી હરકત કરી છે. આ સિવાય ચીન સતત હિન્દ મહાસાગરમાં વૈજ્ઞાનિક પરીક્ષણ કરવાના બહાને બીજા દેશની જાસુસી કરે છે. તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે.

What is Shi Yan 6: ચીને વધારી ભારતની ચિંતા, શ્રીલંકા સરકારે આપી ડ્રેગનના જહાજને સમુદ્રમાં રિસર્ચની પરમિશન 2 - image


Google NewsGoogle News