ફરી જન્મ મળશે...', ધર્મગુરુ સહિત 7 લોકોએ પુનર્જન્મ મેળવવા કર્યો આપઘાત! જાણો સમગ્ર મામલો

શ્રીલંકામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફરીથી જન્મ લેવાના દાવાથી પ્રેરાઈને આ લોકોએ આત્મહત્યા કરી છે

જેમાં મહારાગામાના ઓલ્ડ રોડ પર સ્થિત એક ગેસ્ટ હાઉસમાંથી 34 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ફરી જન્મ મળશે...', ધર્મગુરુ સહિત 7 લોકોએ પુનર્જન્મ મેળવવા કર્યો આપઘાત! જાણો સમગ્ર મામલો 1 - image


Sri Lanka Rebirth Suicide Case: ભારતના પડોસી દેશ શ્રીલંકામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં એક ધર્મગુરુ સહીત 7 લોકોએ પુનર્જન્મ મેળવવાની લાલસામાં આપધાત કર્યો હતો. 2 જાન્યુઆરીના રોજ પોલીસને એક પુરુષ અને એક મહિલાનો યક્કલા અને મહારાગામથી મૃતદેહ મળ્યો હતો. જે બાબતે પોલીસને શંકા હતી કે બંને એ ઝેર પીને આત્મહત્યા કરેલી છે. વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે બંને મૃતકોને 47 વર્ષીય બૌદ્ધ ધર્મગુરુ રુવન પ્રસન્ના ગુણારત્ન પર શ્રદ્ધા હતી અને ધર્મગુરુ દ્વારા જ બંનેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. 

ધર્મગુરુ આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હતા 

આ મામલાની વધુ તપાસની જવાબદારી હાલ પોલીસે CIDને સોંપી છે. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ની આ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે બૌદ્ધ ધર્મગુરુ રુવન પ્રસન્ના ગુણારત્ન તેમના અનુયાયીઓને પુનર્જન્મ મેળવવા માટે આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હતા. 

પુનર્જન્મની લાલસામાં ગુમાવ્યો જીવ 

શ્રીલંકાના મહારાગામના ઓલ્ડ રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાંથી એક 34 વર્ષના પુરુષનો મૃતદેહ મળ્યો હતો. આ વ્યક્તિ થિવલાપુરાના અંબાલાંગોડા વિસ્તારનો રહેવાસી હતો. આ સિવાય એક 21 વર્ષીય મહિલાનો પણ યક્કાલા વિસ્તારના રફાલ વટ્ટામાં આવેલા તેના ઘરથી મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલા યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી. 

ધર્મગુરુના પરિવારજનોનો પણ આપઘાત 

28 ડિસેમ્બરે મહારાગામાના એક ગેસ્ટ હાઉસમાંથી બૌદ્ધ ધર્મગુરુ રુવાન પ્રસન્ના ગુણરત્નેકાનો મૃતદેહ મળ્યો હતો. તેના ત્રણ દિવસ બાદ એટલે કે 31 ડિસેમ્બરે ધર્મગુરુના 35 વર્ષીય પત્નીનો, બે પુત્રો અને પુત્રીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તમામ પરિવારજનોએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. તે પાછળનું કારણ પુનર્જન્મની લાલસા હતી.

ફરી જન્મ મળશે...', ધર્મગુરુ સહિત 7 લોકોએ પુનર્જન્મ મેળવવા કર્યો આપઘાત! જાણો સમગ્ર મામલો 2 - image


Google NewsGoogle News