Get The App

યુરોપ-અમેરિકા સહિતના 10 દેશના વિપક્ષી નેતા અને પત્રકારોની સ્પાયવેર દ્વારા જાસૂસી

Updated: Apr 13th, 2023


Google NewsGoogle News
યુરોપ-અમેરિકા સહિતના 10 દેશના વિપક્ષી નેતા અને પત્રકારોની સ્પાયવેર દ્વારા જાસૂસી 1 - image


- માઇક્રોસોફ્ટ અને ઇન્ટરનેટ વોચડોગનો અહેવાલ

- ઇઝરાયેલનું આ સ્પાયવેર આઇફોનને પણ હેક કરવાની ક્ષમતા ધરાવે છે : અગાઉ જાસૂસીમાં પીગેસસનો વિવાદ ચગ્યો હતો

વોશિંગ્ટન : માઇક્રોસોફ્ટ કોર્પ અને ઇન્ટરનેટ વોચડોગ સિટિઝન લેબ દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલી ફર્મના હેકિંગ ટૂલ્સની મદદથી ઉત્તર અમેરિકા અને યુરોપ સહિતના દસ દેશોના પત્રકારો, વિપક્ષના નેતાઓ અને એડવોકેસી ઓર્ગેનાઇઝેશનોની જાસૂસી કરવામાં આવતી હતી. સિટિઝન લેબના રિપોર્ટ મુજબ ઇઝરાયેલી કંપની ક્વોડ્રીમ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલું સોફ્ટવેર સિવિલ સોસાયટીના  સભ્યોની જાસૂસી કરતું હતું.

આ સોફ્ટવેરની ખાસિયત એ છેકે તે આઇફોનનું પણ હેકિંગ કરી શકે છે.ક્વોડ્રીમ લિમિટેડ ઇઝરાયેલી સ્પાયવેર કંપની એનએસઓ ગુ્રપનુ લો-પ્રોફાઇલ હરીફ છે. દૂરુપયોગના આરોપના લીધે એનએસઓને અમેરિકન સરકારે બ્લેકલિસ્ટ કર્યું છે. 

માઇક્રોસોફ્ટ એસોસિયેટ જનરલ કાઉન્સેલ એમી હોગન બર્નીએ જણાવ્યું હતું કે મર્સેનરી હેકિંગ ગુ્રપ્સ જેવા કે ક્વોડ્રીમ એક રીતે અંધારામાં રહીને કામ કરે છે. જો તેમની પ્રવૃત્તિ અટકાવવી હોય તો તેમને જાહેર કરવા જરુરી છે. ક્વોડ્રીમના કોર્પોરેટ રજિસ્ટ્રેશન ફોર્મમાં વિબેક ડેન્કનો ઇ-મેઇલ લિસ્ટેડ છે. 

જો કે સિટિઝન લેબ કે માઇક્રોસોફ્ટ બંનેમાંથી એકપણ ક્વોડ્રીમ સોફ્ટવેરના ટાર્ગેટને ઓળખી શક્યા નથી. આમ છતાં પણ મૂકવામાં આવેલો આરોપ પણ કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે.

રોઇટર્સે ૨૦૨૨માં જણાવ્યું હતું કે ક્વોડ્રીમે અગાઉ નો-ઇન્ટરએક્શન નીડેડ હેકિંગ ટૂલ વિકસાવ્યું હતું, જે એનએસઓના પ્રોગ્રામ્સ જેવું જ હતું. આ પ્રકારના હેકિંગ ટૂલ્સને ઝીરો ક્લિક તરીકે ઓળખવામાં આવે છે, તે ખાસ કરીને સાઇબર ક્રિમિનલ, જાસૂસો અને લો એન્ફોર્સમેન્ટ એજન્સી માટે ઉપયોગી હોય છે.


Google NewsGoogle News