અહીં દિવાળીના એક દિવસ પહેલા થાય છે ઘુવડની પૂજા, ઈઝરાયેલ અને હમાસ સાથે છે કનેક્શન

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમા દિવાળી પહેલા ઘુવડની વિશેષ પૂજા કરવામાં આવી છે

આ વખતે ઘુવડની પૂજા ઈઝરાયેલ અને હમાસના યુદ્ધને લઈને કરવામાં આવી છે.

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
અહીં દિવાળીના એક દિવસ પહેલા થાય છે ઘુવડની પૂજા, ઈઝરાયેલ અને હમાસ સાથે છે કનેક્શન 1 - image
Image Social Media

તા. 12 નવેમ્બર 2023, રવિવાર 

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમા દિવાળી પહેલા ઘુવડની વિશેષ પૂજા કરવામાં આવી છે. ખાસ વાત એ છે ઘુવડ પૂજા દર વર્ષે ડિગ્રી કોલેજના કેટલાક પ્રોફેસરો મળીને કરે છે. આ વખતે ઘુવડની પૂજા ઈઝરાયેલ અને હમાસના યુદ્ધને લઈને કરવામાં આવી છે. એ પછી સાંકેતિક રીતે પર ઘુવડના ફોટોને નદીમાં વિસર્જિત કરવામાં આવ્યું હતું. ઘુવડની પૂજા વિશ્વ શાંતિ માટે કરવામાં આવી હતી.

કરવામાં આવે છે ઘુવડની આરતી 

હકીકતમાં દિવાળીના તહેવાર પર સામાન્ય રીતે લક્ષ્મી અને ગણેશજીની પુજા આરતી કરવામાં આવે છે, પરંતુ શાહજહાપુરમાં ડિગ્રી કોલેજના પ્રોફેસર દિવાળી પહેલા એક વિશેષ પૂજા ઘુવડની કરે છે. ડિગ્રી કોલેજના પ્રોફેસર કાયદેસર ઘુવડની આરતી ગાય છે અને તેની પૂજા કરે છે. પૃથ્વી નામની સંસ્થામાં જોડાયેલ પ્રોફેસર દર વર્ષે ઘુવડની પૂજા કરે છે અને ઘુવડને પ્રતિકાત્મક રીતે નદીમાં વિસર્જન કરવામાં આવે છે. 

ઈઝરાયેલ અને હમાસ યુદ્ધને લઈને કરવામાં આવ્યું પુજન

આ વખતે ઘુવડનું પુજન ઈઝરાયેલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને કરવામાં આવ્યો છે. પૂજા કરનાર પ્રોફેસર અનુરાગ અગ્રવાલનું કહેવુ છે કે આંતકવાદી સંગઠન હમાસની બુદ્ધિ પર જઈને ઘુવડ બેસી ગયુ છે, જેના કારણે ઈઝરાયેલ પર હુમલો કરી નિર્દોશ લોકોનો ભોગ લેવાયો છે અને કેટલાય નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા છે. તેથી ઘુવડની પૂજા કરીને  પ્રાર્થના કરવામાં આવી કે, ઈશ્વર હમાસને સદબુદ્ધિ આપે અને વિશ્વમાં કાયમી ધોરણે શાંતિ સ્થપાય.


Google NewsGoogle News