વસાહતીઓનો વિવાદ કરતાં ટ્રમ્પ હેરિસ પ્રચાર યુદ્ધમાં તણખા ઊડી રહ્યા છે

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
વસાહતીઓનો વિવાદ કરતાં ટ્રમ્પ હેરિસ પ્રચાર યુદ્ધમાં તણખા ઊડી રહ્યા છે 1 - image


- શુક્રવારે યોજાયેલી રેલીમાં ટ્રમ્પ આર્થિક બાબતો પર ભાર મુકશે, કોમ્યુનિસ્ટ કમલા હેરિસ પર પ્રહારો ચાલુ રાખે છે

રેન્ચો પેલોસ વર્ડીઝ (યુ.એસ.) : અમેરિકાના પ્રમુખ પદ માટેના ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે વસાહતીઓના પ્રશ્ને તણખા ઊડી રહ્યા હતા. હૈતીના વસાહતીઓના મુદ્દાએ રીપબ્લિકન ઉમેદવારે (ટ્રમ્પે) ખુલ્લેઆમ કહી દીધું હતું કે તેઓ જો પ્રમુખપદે આવશે તો, હૈતીના વસાહતીઓને સાગમટા દેશ બહાર કરશે.

મંગળવારે યોજાયેલી વાક્ સ્પર્ધામાં હેરીસે ટ્રમ્પને પરાજિત કર્યા હતા તેમ સ્પષ્ટ લાગતું હતું તેમ છતાં ટ્રમ્પનું કહેવું હતું કે તેઓ જ સાચા અર્થમાં વિજયી થયા હતા. બીજી તરફ કેટલાક રીપબ્લિકન્સ પણ તે સ્વીકારતા હતા કે ટ્રમ્પનો દેખાવ ઘણો નિર્બળ રહ્યો હતો.

લોસ એન્જલસ પાસેના પોતાના લકઝરી ગોલ્ફ કોર્સ ઉપર નાની એવી સભાને કરેલાં સંબોધનમાં ટ્રમ્પ હેરિસ ઉપર લગભગ તૂટી પડયા હતા અને તેઓને 'કોમ્યુનિસ્ટ' કરી આગળ જણાવ્યું હતું કે તેઓ તો ગેરકાયદે ઘૂસી આવેલા વિદેશીઓને દેશ ઘમરોળવાની છૂટ આપવા માગે છે.

આ પૂર્વે ઓ હાયોનાં સ્પ્રિંગ ફીલ્ડમાં આવેલાં હૈતીયન ઇમીગ્રન્ટસ માટે કહ્યું હતું કે તેઓ તો અમેરિકાની જીવન પદ્ધતિનો જ નાશ કરી રહ્યા છે. અમે સ્પ્રિંગ ફીલ્ડ (ઓહાયો)માંથી તેમને સામુહિક રીતે દેશ બહાર કાઢી મુકીશું.

સ્પ્રિંગ-ફીલ્ડ તે રીપબ્લિકન્સનું મહત્ત્વનું કેન્દ્ર છે. ત્યાં તેમણે એવી હવા ચલાવી હતી કે, હૈતીથી આવેલા વસાહતીઓ સ્થાનિક લોકોનાં પાલતુ પ્રાણીઓ કૂતરાં, બિલાડાંને મારીને ખાય છે, અને તે રીતે પેટ ભરે છે.

ટ્રમ્પની પાર્ટીના આ દાવાને સત્તાધીશોએ પણ નકારી કાઢ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ જ્યાં જ્યાં પ્રચાર માટે જાય છે ત્યાં ત્યાં તેઓની સાથે કટ્ટર જમણેરી તેમાં લૌરા લૂમર સાથે જ હોય છે. સપ્ટેમ્બર ૧૧ના દિને ટ્વિન-ટાવર્સ તૂટયા ત્યારે જેઓ દિવંગત થયા હતા, તેઓને શ્રદ્ધાંજલિ અર્પવાના કાર્યક્રમ સમયે પણ લૌરા લૂમર ટ્રમ્પની સાથે જ રહ્યાં હતાં. તેઓનાં કટ્ટર જમણેરી વલણ અને વિધાનો ઘણાં ટીકાપાત્ર બની રહ્યાં છે. ટ્રમ્પે લોસ એન્જલસમાં પત્રકારોને જણાવ્યું હતું કે મારો, લૌરા ઉપર કાબુ નથી. તેઓને જે કહેવું હોય તે કહી શકે.

બીજી તરફ ૭૮ વર્ષના ટ્રમ્પની સામે સ્પર્ધામાં ઊભાં રહેલાં ૫૯ વર્ષનાં કમલા હેરિસ નવી પેઢીનાં ટેકેદાર છે. તેઓએ વસાહતીઓ પાલતુ પ્રાણીઓ ખાય છે તેવી વાતનો માત્ર માથું હલાવીને જ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો સાથે તેઓએ કહ્યું હતું કે મારે હજી ઘણું ઘણું કામ કરવાનું છે. ગેરકાયદે પણ અમેરિકામાં ઘૂસી આવેલા હૈતીયન તેમજ મેક્સિકન વસાહતીઓ પ્રત્યે માનવતા ભર્યું વર્તન રાખવા તેઓનો આગ્રહ રહ્યો છે. આમ વસાહતિઓ અંગે બંને પ્રતિ સ્પર્ધીઓ વચ્ચે ખરા અર્થમાં તણખા ઝરી રહ્યા છે. નોર્થ કેરોલિનામાં રેલીને સંબોધતાં તેઓએ શ્રોતાગણને કહ્યું હતું કે હવે (ઇતિહાસનું) પૃષ્ઠ બદલવાનો સમય આવી ગયો છે. અમે જાણીએ જ છીએ કે છેવટ સુધી અમારે તંગ દોરડાં ઉપર ચાલવાનું છે. અમે તે જાણીએ જ છીએ કે અમે નીચે રહ્યાં છીએ, છતાં છેવટ સુધી યુદ્ધ આપતાં જ રહીશું.

જો કે અત્યારના પ્રિપોલ સર્વે જણાવે છે કે હેરિસ ટ્રમ્પ કરતાં ચાર પોઇન્ટ આગળ છે.


Google NewsGoogle News