મોબાઈલે લીધો આખા પરિવારનો જીવ! એક નાનકડી ભૂલના કારણે આખું ઘર સળગ્યું
Mobile Phone Blast : મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થવાને કારણે કેટલીકવાર ભયંકર સ્થિતિ સર્જાઈ જાય છે. હાલમાં જ સ્પેનથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, મોબાઈલ ફોનના કારણે ઘરમાં એવી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ચાર લોકો બળીને રાખ થઈ ગયા હતા. અને ઘરમાં પણ ભારે નુકસાન થયું હતું. પાડોશીઓએ બચાવવા માટે ઘણી કોશિશ કરી પરંતુ તેઓ સફળ ન થયા. અને જ્યારે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
આ પણ વાંચો: ઈરાને પરમાણુ બોમ્બ બનાવી લીધાની અટકળો, જાણો કયા દેશે આપી પરમાણુ ટેક્નોલોજી
મોબાઈલ ફોનના કારણે ઘરમાં લાગેલી આગમાં 47 વર્ષીય
જોસ એન્ટોનિયો રેન્ડન, 56 વર્ષીય તેની પત્ની એન્ટોનિયા હિડાલ્ગો, અને તેમના બે દિકરાઓમાં 20 વર્ષીય જોસ એન્ટોનિયો અને 16 વર્ષીય એડ્રિયન મોબાઇલ ફોનને કારણે તેમના ઘરમાં આગ લાગવાથી મૃત્યુ પામ્યા હતા. આગ કાબુમાં લેવા માટે પડોશીઓએ ઘણો પ્રયાસ કર્યા પરંતુ સુરક્ષા માટે લગાવેલા દરવાજા અને રેલિંગના કારણે કોઈ કંઈ કરી શક્યું નહીં.
સોફાની નીચે ચાર્જ કરવા મુકેલા ફોનમાં વિસ્ફોટ
ઘટના અંગે આસપાસના લોકોએ જણાવ્યું કે, વિસ્ફોટના કારણે જ્યારે ઘર ધુમાડો ભરાઈ ગયો, ત્યારે કદાચ પરિવારના લોકોએ ચીસો પાડવાનું શરૂ કર્યું પરંતુ કોઈ મદદ કરી શક્યું નહીં. પોલીસે પુષ્ટિ કરી છે, કે આગ સોફા નીચે ચાર્જિંગમાં મુકેલા ફોનમાંથી લાગી હતી. એવુ કહેવામાં આવી રહ્યું છે, કે મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે વિસ્ફોટ થયો હતો.
આ પણ વાંચો: દે લાત, દે મુક્કા... વિધાનસભા બની અખાડો, પાકિસ્તાનમાં ધારાસભ્યો ભાન ભૂલ્યાં, જુઓ VIDEO
આ અંગે મળેલા રિપોર્ટ પ્રમાણે આ ઘટના સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે આગ લાગી ત્યારે પીડિતો સૂતા હતા. ઘરની સલામતી માટે લોખંડની જાળી અને દરવાજો લગાવેલો હતો. જેના કારણે કોઈ બહારની વ્યક્તિ ઘરમાં પ્રવેશી શકે તેમ નહોતું. ફળોના વેપારી જોસ એન્ટોનિયોની લાશ ઘરના ઉપરના માળે મળી આવી હતી, જ્યારે તેની પત્ની અને બાળકો ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ફોન ચાર્જ કરતી વખતે ન વાપરો : એક્સપર્ટ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ખૂબ જ ભયાનક ઘટના હતી. આ પહેલા ફેબ્રુઆરીમાં વેલેન્સિયામાં બે રહેણાંક એપાર્ટમેન્ટ્સમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા અને આશરે 100 પાલતુ પ્રાણીઓના જીવ ગયા હતા. મોબાઈલ ફોનને કારણે ઘણી ઘટનાઓ બની છે. તેથી આ અંગે નિષ્ણાતો સલાહ આપે છે કે, ફોન ચાર્જ કરતી વખતે ન વાપરો અને તેને દૂર રાખીને સૂઈ જાઓ.