આ શખ્સ બિલ ચૂકવ્યા પહેલા કરતો હતો હાર્ટ એટેક આવ્યો હોવાનું 'નાટક', 20 રેસ્ટોરન્ટને લગાવ્યો ચૂનો

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
આ શખ્સ બિલ ચૂકવ્યા પહેલા કરતો હતો હાર્ટ એટેક આવ્યો હોવાનું 'નાટક', 20 રેસ્ટોરન્ટને લગાવ્યો ચૂનો 1 - image


Image Source: Freepik

- પોલીસે આરોપીની ધરપકડ કરી

નવી દિલ્હી, તા. 19 ઓક્ટોબર 2023, ગુરૂવાર

તમે ખાવા-પીવાના શોખીનો તો ઘણા જોયા હશે પરંતુ આ શખ્સ કંઈક વિચિત્ર હરકતો કરીને મજા લઈ રહ્યો હતો. આ શખ્સે ઓછામાં ઓછી 20 રેસ્ટોરન્ટને એવી રીતે ચૂનો લગાવ્યો કે, તમે વિચારવા માટે મજબૂર થઈ જાઓ. આ મામલો યુરોપીય દેશ સ્પેનનો છે. સ્પેનના બ્લેકા વિસ્તારમાં પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી હતી જે સ્થાનિક રેસ્ટોરન્ટમાં ફેન્સી ડિનર કર્યા બાદ બિલની ચૂકવણીથી બચવા માટે હાર્ટ એટેક આવ્યો હોવાનું 'નાટક' કરવા માટે બદનામ થઈ ગયો હતો.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કેટલીક રેસ્ટોરન્ટના માલિકોએ 50 વર્ષીય વ્યક્તિની તસવીર લગાવીને ચેતવણી જારી કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વ્યક્તિએ 20થી વધુ રેસ્ટોરન્ટોને ચૂનો લગાવ્યો હતો. તે ગત મહિને ત્યારે પકડાય ગયો જ્યારે એક હોટેલમાં ભોજન કર્યા બાદ તેણે 37 ડોલરનું બિલ ન ચૂકવ્યું. 

રેસ્ટોરન્ટના કર્મચારીએ તેને બિલ આપ્યું અને ચાલ્યો ગયો. જ્યારે સ્ટાફ મેમ્બર ચાલ્યો ગયો ત્યારે તે વ્યક્તિએ ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને અટકાવવી દેવામાં આવ્યો અને જાણ કરવામાં આવી કે તેણે બિલ ચૂકવવું પડશે. ત્યારબાદ તેણે દાવો કર્યો કે તે તેના હોટલના રૂમમાં પૈસા લેવા જઈ રહ્યો છે પરંતુ સ્ટાફ તેને જવા ન દીધો. ત્યારબાદ તે વ્યક્તિ પોતાની જૂની યુક્તિઓ પર ઉતરી આવ્યો. તેણે હાર્ટ એટેક આવવાનું નાટક શરૂ કરી દીધું.

રેસ્ટોરન્ટના મેનેજરે જણાવ્યું કે, તે ખૂબ જ નાટકીય હતું. તેણે બેહોશ થવાનો ઢોંગ કર્યો અને નીચે ઢળી પડ્યો. આરોપીએ રેસ્ટોરન્ટ સ્ટાફને એમ્બ્યુલન્સ બોલાવવા કહ્યું પરંતુ તેઓએ તેમ કરવાનો ઈનકાર કર્યો અને તેના બદલે પોલીસને જાણ કરી દીધી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમણે આ વ્યક્તિને અન્ય રેસ્ટોરન્ટમાં આવી જ હરકતો કરનારા આ વ્યક્તિની ધરપકડ કરી લીધી. તેમણે કહ્યું કે આ વ્યક્તિ ફરીથી આવું કામ ન કરે તે માટે અમે તેનો ફોટો તમામ રેસ્ટોરન્ટમાં મોકલી દીધો છે.


Google NewsGoogle News