સ્પેનમાં 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: 8 કલાકમાં 1 વર્ષનો વરસાદ વરસ્યો, 150 લોકોના મોત
Spain Flood: સ્પેનમાં ભયાનક પૂરના કારણે ઓછામાં ઓછા 158 લોકોની મોત થઈ ચુકી છે. પૂરની સૌથી વધુ અસર પૂર્વી સ્પેનના વેલેંશિયા પર પડી છે. અત્યાર સુધી 155 લોકોની પૂરના કારણે મોતની પુષ્ટિ થઈ ચુકી છે અને લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
8 કલાકમાં 12 ઈંચ વરસાદ
મળતી માહિતી મુજબ, વેંલેશિયામાં 29 ઓક્ટોબરે ફક્ત 8 કલાકમાં 12 ઈંચ વરસાદ થયો. આટલો વરસાદ વર્ષમાં થાય છે. ભારે વરસાદથી અચાનક પૂર આવી ગયું, જેનાથી ઘણાં લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનો મોકો નથી મળ્યો. વેલેંસિયા ભૂમધ્ય સાગરના તટ પર સ્થિત છે. અહીં આશરે 50 લાખ લોકો રહે છે.
આ પણ વાંચોઃ હિઝબુલ્લાહનો ઈઝરાયલ પર પ્રચંડ હુમલો, સાત નાગરિકોના મોત, ઈરાન પણ બદલો લેવાની તૈયારીમાં!
150 લોકોની મોત
સ્પેનના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે આટલાં લોકોની પૂરમાં મોત થઈ હોય. સ્પેનમાં આ પહેલાં વર્ષ 1973માં સૌથી મોટું પૂર આવ્યું હતું. ત્યારે 150 લોકોની મોત થઈ હતી. તેના પહેલાં 1975માં વેલેંસિયા શહેરમાં પૂર આવ્યું હતું, ત્યારે 81 લોકોનું મોત થયું હતું.
ગઈકાલે સ્પેનમાં 3 દિવસ ઈમરજન્સી હતી, આજે ફરી વરસાદ પડી શકે છે, વડાપ્રધાન પેડ્રો સાંચેઝે લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે. સ્પેનમાં 3 દિવસની ઈમરજન્સી છે. જે 2 નવેમ્બર શનિવાર સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગે શુક્રવારે વધુ વરસાદની ચેતવણી આપી છે, જેના કારણે સ્થિતિ વધુ બગડી શકે છે.
આ પણ વાંચોઃ ...તો અમેરિકાના મહત્ત્વના રાજ્યોમાં કમલાની જીત થઇ? ABCએ ભૂલથી પરિણામો જાહેર કર્યા
પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય માટે સેનાના 1000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જો કે, લોકોનું કહેવું છે કે પૂરતી મદદ તેમના સુધી પહોંચી રહી નથી. પૂરના કારણે રસ્તાઓને નુકસાન થયું છે અને સંદેશાવ્યવહાર અને પાવર લાઈનોને નુકસાન થવાને કારણે ઘણાં વિસ્તારો હજુ પણ શહેરોથી સંપર્ક વિહોણા છે.
આટલો વરસાદ કેમ વરસ્યો?
હવામાનશાસ્ત્રીઓના મતે પૂરનું કારણ 'કટ-ઓફ લો પ્રેશર સિસ્ટમ' હતું. ઠંડા અને ગરમ પવનોના સંયોજનથી ગાઢ વાદળો બન્યા, જેના કારણે ભારે વરસાદ થયો. તાજેતરના દિવસોમાં, વિશ્વમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને તેના કારણે વિનાશની ઘટનાઓ બની છે. સ્પેનિશમાં તેને ડાના ઈફેક્ટ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે, ભૂમધ્ય સમુદ્રનું વધુ પડતું ગરમી પણ ભારે વરસાદનું કારણ બન્યું. આ વર્ષે ઓગસ્ટમાં ભૂમધ્ય સમુદ્રનું તાપમાન 28.47 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ હતું.
સ્પેનમાં છેલ્લા 50 વર્ષમાં પૂરનો રેકોર્ડ તૂટી ગયો છે. આ પહેલા વર્ષ 1973માં પૂરના કારણે 150 લોકોના મોત થયા હતા. વેલેન્સિયાએ 1980ના દાયકામાં બે DANA વાવાઝોડાનો પણ ભોગ લીધો હતો.