Get The App

પૃથ્વી પર પરત આવી રહ્યું છે સુનિતા વિલિયમ્સને અંતરીક્ષમાં લઈ જનાર સ્પેસક્રાફ્ટ, આ રીતે જોઈ શકાશે LIVE

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
પૃથ્વી પર પરત આવી રહ્યું છે સુનિતા વિલિયમ્સને અંતરીક્ષમાં લઈ જનાર સ્પેસક્રાફ્ટ, આ રીતે જોઈ શકાશે LIVE 1 - image


Boeing Starliner Live Streaming: છેલ્લા કેટલાક મહિનાઓથી અવકાશમાં ફસાયેલી નાસાના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈ જનાર સ્પેસક્રાફ્ટ પૃથ્વી પર પરત આવી રહ્યું છે. બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ જૂનના પહેલા અઠવાડિયામાં સુનીતા અને બૂચને અવકાશમાં લઈ ગયું હતું, ત્યારબાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે આ બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફરી શક્યા ન હતા. જો કે, તેમને પરત લાવવા માટે નાસા દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. એવામાં નાસા હવે સ્ટારલાઈનરને કોઈપણ ક્રૂ વિના પૃથ્વી પર પરત લાવી રહ્યું છે. સુનિતા અને બૂચ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી તરફ  પાછા ફરશે, જ્યારે સ્ટારલાઇનર આજે રાત્રે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી ઉપડશે અને તે છ કલાક બાહ આવતીકાલે સવારે પૃથ્વી પર પહોંચશે. આ મિશન પર દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર છે.

લાઈવ જોવા માટેની લિંક : https://www.youtube.com/watch?v=_79y0yZs0dc

ક્યારે પરત ફશે સ્ટારલાઇનર ?

સુનીતા અને વિલ્મોરને અવકાશમાં લઈ જનાર સ્ટારલાઈનર ભારતીય સમયાનુસાર અનુસાર આજે મધ્યરાત્રિ પછી આવતીકાલે સવારે 3.30 કલાકે સ્પેશ સેન્ટર છોડશે. અને ત્યાર બાદ તે છ કલાક પછી એટલે કે આવતીકાલે સવારે 9:30 વાગ્યાની આસપાસ ધરતી પર લેન્ડ થવાની આશા છે. અને આ સ્ટારલાઈનર મેક્સિકોમાં ઉતરશે. નાસાએ એક બ્લોગ પોસ્ટ કરેલ છે પ્રમાણે નાસાના અવકાશયાત્રીઓ બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે સ્ટારલાઈનરમાં કાર્ગોને પેક કરવાનું પૂરુ કરી દીધુ છે અને હવે પરત ફરવા માટે કેબિન તૈયાર કરી રહ્યા છે. તેઓએ ગુરુવારે બપોરે સ્ટારલાઈનરના હેચને છેલ્લીવાર બંધ કર્યું હતું.  જે પછી અવકાશયાનને જેના કારણે અવકાશયાન ક્રૂ વિના પ્રસ્થાન માટે તૈયાર હતું પ્રસ્થાન માટે તૈયાર થઈ ગયું છે. 

કેવી રીતે લાઈવ જોઈ શકશો અવકાશયાનનું લેન્ડિંગ

જો તમે બોઈંગના સ્ટારલાઈનરનું લેન્ડિંગ લાઈવ જોવા માંગતા હોવ તો ઘણા પ્લેટફોર્મ છે, કે જ્યાંથી લાઈવ જોઈ શકાશે. બોઇંગ સ્ટારલાઇનરનું લેન્ડિંગ NASA+, NASA ની મોબાઇલ એપ્લિકેશન, NASAની સત્તાવાર YouTube ચેનલ અથવા NASAની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાય છે. નાસાએ તેની યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમિંગ માટે એક લિંક પણ આપી છે. અને તેમાં કહેવામાં આવ્યું છે કે તેનું સ્ટ્રીમિંગ રાત્રીના 3.15 વાગ્યે શરૂ થશે. નાસાના ફ્લાઇટ ડિરેક્ટર એડ વેન સીસે 'X'પર લખ્યું હતું કે, "આજે સવારે કેલિપ્સોમાં પરત કાર્ગોના કન્ફિગરેશનને આખરી ઓપ આપવા માટે મેં મારી ટીમ તેમજ સુનીતા અને વિલ્મોર સાથે કામ કર્યું હતું." તમને જણાવી દઈએ કે, ભલે સ્પેશક્રાફ્ટ કાલ સવારે મેક્સિકોમાં લેન્ડ થઈ જાય, પરંતુ સુનીતા અને વિલ્મોર સ્પેસએક્સના કેપ્સ્યુલ દ્વારા આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા ફરશે.


Google NewsGoogle News