દ.કોરિયાનાં ગિમ્હે શહેરને અયોધ્યા સાથે પૌરાણિક સંબંધ છે : જયશંકર
દક્ષિણ કોરિયાના લોકો અયોધ્યાને પોતાનું મોસાળ માને છે, અયોધ્યાનાં સીસ્ટર-સીટી કહેવાતાં શહેરની તેઓએ મુલાકાત લીધી
સિયોલ: અયોધ્યાને માત્ર નેપાળ સાથે જ સંબંધ નથી, પરંતુ દુનિયાના ઘણા દેશો સાથે સંબંધ છે. તે દેશો પૈકી એક છે, દક્ષિણ કોરિયા ભાગ્યે જ કોઇને માહિતી હશે કે દક્ષિણ કોરિયાનું નગર ગિમ્હે અયોધ્યાનું સીસ્ટર સીટી કહેવાય છે. વિદેશ મંત્રી એસ.જયશંકર પ્રતિનિધિમંડળ સાથે અત્યારે દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. તેઓ આ ગિમ્હે નગરની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓએ કહ્યું આ શહેર અને અયોધ્યા વચ્ચેના સંબંધો આપણી સમાન સાંસ્કૃતિક વિરાસત અને લોકો વચ્ચેના પારસ્પરિક સંબંધોનું પ્રમાણ છે.
આ ગિમ્હેનગર દક્ષિણ કોરિયાના પાટનગર સિયોલથી આશરે ૩૩૦ કી.મી. દૂર દક્ષિણ પૂર્વમાં સમુદ્ર તટે રહેલું છે. પૌરાણિક કથા પ્રમાણે આશરે ૨,૦૦૦ વર્ષ પૂર્વે અયોધ્યાની એક યુવાન રાજકુમારી ૪,૫૦૦ કી.મી. જેટલો સમુદ્ર પાર કરી કોરિયા પહોંચી અને રાજા કિમ સુરો સાથે લગ્ન કર્યાં. આ રાજાએ ઉત્તર કોરિયાના દેશમાં 'ગયા' સામ્રાજ્યની સ્થાપના કરી. તેને પરણનાર એ અયોધ્યાની રાજકુમારીનું નામ સુરી-રત્ના હતું. તેનું કોરિયામાં નામ, રાણી હિયો-હ્યાંગ-ઑક રાખવામાં આવ્યું. આથી સુરીરત્નનાં સંતાનો તરીકે પોતાને માનવાવાળા આશરે ૬૦ લાખ લોકો અયોધ્યાને પોતાનું મોસાળ માને છે.
જયશંકર દ.કોરિયાના વિદેશમંત્રી સાથેની મંત્રણા પછી ગિમ્હે નગર ગયા હતા. તેના મેયર હોંગ-તાએ-યોંગની સાથે ગિમ્હે નગરમાં ફર્યા પણ હતા. તે પછી તેઓએ એક્સ ઉપર પોસ્ટ કર્યો જેમાં લખ્યું હતું કે આજે ગિમ્હેના મેયરને મળીને ઘણો આનંદ થયો, ગિમ્હે અયોધ્યા સંપર્ક આપણી સમાન સંસ્કૃતિઓની વિરાસત છે, તેમજ લાંબા સમયથી ચાલતા પારસ્પરિક સંબંધોનું પ્રમાણ છે. તેઓ સાથે મેં ગિમ્હે સીટી સાથે, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સહકાર વિષે પણ ચર્ચા કરી. દક્ષિણ કોરિયાના લોકો, અયોધ્યાને પોતાનું મોસાળ માને છે.
આ પછી જયશંકરે અયોધ્યામાં રચાયેલાં રામમંદિરની એક નાની રૌપ્ય પ્રતિકૃતિ પણ ગિમ્હેના મેયરને ભેટ આપી.
વિદેશ મંત્રાલયનાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઆની યાત્રાથી બંને દેશો વચ્ચેના સૈકાઓ જૂના સભ્યતાગત અને સાંસ્કૃતિક સંબંધો, ફરી તાજા કરવાની તક સાંપડી છે. ભારત કોરિયાના લોકો સાથે પ્રાચીન યુગથી ચાલ્યા આવતા, સંબંધો તાજા કરવા માગે છે, જે અયોધ્યાનાં રાજકુમારી સુરીરત્નાએ સ્થાપ્યા હતા. કોરિયામાં તેઓ રાણી હિયો-હ્યાંગ-ઑકે તરીકે નામાકિત કરાયાં હતાં. એ રાજાનો વંશ કારક વંશ તરીકે ઓળખાય છે. કોરિયામાંહવે રાજાશાહી તો રહી નથી. પરંતુ તે વંશના વંશજો દર વર્ષે મહારાણી હીયો સ્મારક ઉદ્યાનમાં રખાયેલી તે મહારાણીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પવા કોરિયાનાએ મૂળ રાજવંશ કારક-વંશના વંશજો પૈકી કેટલાક દર વર્ષે અયોધ્યા આવે છે. આ પ્રતિમા ૨૦૦૧માં ઉ.પ્ર. સરકાર અને ગિમ્હે નગરે ભાગીદારીમાં, અયોધ્યામાં સરયુના તટે રચાયેલાં ઉદ્યાનમાં સ્થાપિત કરી છે.