રાષ્ટ્રપતિની ઓફિસમાં પોલીસના દરોડા, પૂર્વ સંરક્ષણ મંત્રીનો આપઘાતનો પ્રયાસ, આ દેશમાં શું ચાલી રહ્યું છે?
South Korea Martial Law: દક્ષિણ કોરિયામાં પોલીસે માર્શલ લૉ લાગુ કરી રાષ્ટ્રપતિ યૂન સુક યોલના કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. બીજી બાજુ દક્ષિણ કોરિયાના પૂર્વ રક્ષા મંત્રી કિમની પણ ડિટેન સેન્ટરમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિયોલ મેટ્રોપોલિટન પોલીસ અને નેશનલ એસેમ્બલી પોલીસ ગાર્ડ્સની ઓફિસો પર પણ દરોડા પાડ્યા છે. 9 ડિસેમ્બરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલ પર દેશ છોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.
કોઈને દેશ છોડવાની મંજૂરી નહીં
દક્ષિણ કોરિયાના ન્યાય મંત્રાલયે જણાવ્યા પ્રમાણે, માર્શલ લૉ જાહેર કરવા બદલ રાષ્ટ્રપતિ યૂન વિરૂદ્ધ શરૂ કરેલી તપાસના કારણે કોઈપણ વ્યક્તિને વિદેશ યાત્રા કે દેશ છોડવાની મંજૂરી મળશે નહીં. રાષ્ટ્રપતિએ માર્શલ લો લગાવી એક સપ્તાહમાં જ દેશમાં અરાજકતાનો માહોલ સર્જ્યો હતો. યૂનને સત્તા પરથી દૂર કરવા માટે વિપક્ષે તેમની વિરૂદ્ધ સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી રહ્યો છે.
રાષ્ટ્રપતિ અને રક્ષા મંત્રીની ધરપકડ
દક્ષિણ કોરિયાના પૂર્વ રક્ષા મંત્રી કિમ યોંગ હ્યૂને છેલ્લા એક સપ્તાહમાં માર્શલ લૉ લાગુ કરવામાં રાષ્ટ્રપતિ યૂન સુક યોલ અને અન્ય સાથે મિલીભગત હોવાનો આરોપ મૂકતાં ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ યુદ્ધગ્રસ્ત સીરિયાથી 75 ભારતીયોને બચાવાયા, હવે લેબેનોનના માર્ગે થઈને વતન પહોંચશે
માર્શલ લૉનો વિરોધ
દેશમાં 40થી વધુ વર્ષોમાં પ્રથમ વખત માર્શલ લૉ માત્ર છ કલાક માટે લાગુ કર્યો હતો. તેનો દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. યૂન અને તેના સાથીઓ વિરૂદ્ધ મહાભિયોગ લાવવાનો પ્રયાસ અને ગુનાહિત તપાસ જારી છે. સિયોલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ અંગે જણાવ્યું હતું કે, યોલે વિદ્રોહ અને સત્તાનો દુરૂપયોગ કર્યો છે. જેથી તેમની વિરૂદ્ધ ધરપકડના વોરંટ જાહેર કરવામાં આવ્યા છે.
રાજકીય અશાંતિનું કારણ બન્યું માર્શલ લૉ
માર્શલ લૉ માત્ર છ કલાક સુધી અમલી હતો, પરંતુ તેનાથી દક્ષિણ કોરિયાના રાજકારણમાં અશાંતિ ફેલાઈ હતી. સાંસદો અને નાગરિકો બંનેએ યૂનને પદ પરથી બરતરફ કરાવાની માગ કરી હતી. પરિણામે તેમને આ આદેશ પાછો લેવો પડ્યો હતો. વિપક્ષે યૂન અને પૂર્વ રક્ષામંત્રી કિમ યોંગ હ્યુન સહિત આઠ અધિકારીઓ વિરૂદ્ધ બળવો કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જેથી પૂર્વ રક્ષા મંત્રીની ધરપકડ કરવામાં આવી છે.