એક પક્ષીના કારણે 179 લોકોના થયા દર્દનાક મોત? દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનાનો નવો VIDEO
South Korea Plane Crash: દક્ષિણ કોરિયામાં એક એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાન રનવે પરથી લપસી જતાં દુર્ઘટના ઘટી હતી. જેમાં 130થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન જેજુ એરમાં 181 મુસાફર સવાર હતા. તેઓ બેંગકોકથી આવી રહ્યા હતા. દક્ષિણ કોરિયાની ફાયર ફાઈટર એજન્સીએ આ દુર્ઘટના પાછળનું પ્રારંભિક કારણ વિમાન લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાતા રનવે પર લપસી પડ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેનો બીજો વીડિયો રજૂ થતાં દુર્ઘટનાનું વાસ્તવિક કારણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ દ.કોરિયામાં દર્દનાક વિમાન દુર્ઘટના, રન-વે પરથી લપસ્યું વિમાન, 179 લોકોના મોતની આશંકા
પક્ષી અથડાતા સર્જાઈ દુર્ઘટના
નવા વીડિયો ફૂટેજ અનુસાર, આકાશમાં જ વિમાન સાથે અચાનક એક પક્ષી અથડાઈ ગયુ હતું. જેના કારણે આકાશમાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી, અને લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયુ હતું. વિમાને બે વખત રનવે પર ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફરી લેન્ડિંગના પ્રયાસ દરમિયાન રનવે પરથી વિમાન લપસી પડ્યું અને વિકરાળ આગ લાગી હતી. બોઈંગ 737 800 જેટમાં ઓછામાં ઓછા 175 લોકો સવાર હતા, જેમાં પાયલોટ સાથે છ ક્રૂ સભ્યો પણ સામેલ હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. જેમાં અત્યારસુધી માત્ર 3 લોકોને બચાવવામાં જ સફળ રહ્યા છે.