ક્યાં મળશે આવી જોબ? આ કંપની પોતાના કર્મચારીઓને બાળક પેદા કરવાના આપે છે લાખો રૂપિયા

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
ક્યાં મળશે આવી જોબ? આ કંપની પોતાના કર્મચારીઓને બાળક પેદા કરવાના આપે છે લાખો રૂપિયા 1 - image

Image:Freepik 

નવી મુંબઇ,તા. 7 ફેબ્રુઆરી 2024, બુધવાર 

વિશ્વના ઘણાં એવા દેશો છે,જ્યાં બાળક પેદા કરવાના પણ પૈસા મળે છે. ત્યારે એક કંપની છે જે પોતાના કર્મચારીઓને નોકરીમાં બોનસ તો આપી રહી છે, પરંતુ કામ  કરવા માટે નહીં પણ બાળક પેદા કરવા માટે.

દક્ષિણ કોરિયાની એક કંપનીના કર્મચારીઓને બાળક પેદા કરવા માટે બોનસ આપી રહી છે. આ કંપનીના કોઈ કર્મચારીનું બાળક થશે, ત્યારે કંપનીએ તેને 100 મિલિયન કોરિયન વોન ($75,000 અથવા આશરે રૂ. 62.23 લાખ) આપવાની જાહેરાત કરી છે. સિયોલ સ્થિત કન્સ્ટ્રક્શન કંપની બૂયંગ ગ્રુપે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઓફર પુરુષો અને મહિલાઓ બંને માટે છે. કંપની 2021 પછી 70 બાળકોને જન્મ આપનારા કર્મચારીઓને કુલ 7 બિલિયન વન ($5.25 મિલિયન અથવા અંદાજે ₹43 કરોડ) ચૂકવવા જઈ રહી છે.

કંપનીના ચેરમેન લી જુંગ-કિયુનના જણાવ્યા અનુસાર, આ રકમ કર્મચારીઓને બાળકોના ઉછેરમાં મદદ કરશે. ત્રણ બાળકો ધરાવતા કર્મચારીઓને રોકડ અથવા ઘરેમાંથી કોઇ એક વસ્તુ લઇ જવાનો વિકલ્પ પણ મળશે. જો સરકાર બાંધકામ માટે જમીન આપે તો કંપની ત્રણ બાળકો ધરાવતા કર્મચારીઓને રેન્ટલ હાઉસિંગ આપવા પણ તૈયાર છે. નહીં તો તેને 2.25 લાખ યુએસ ડોલર (લગભગ રૂ. 1.86 કરોડ) આપવામાં આવશે. 

બૂયાંગ ગ્રૂપ ઉપરાંત અન્ય ઘણી કંપનીઓ પણ બાળક થવા પર ઘણા ફાયદાઓ આપી રહી છે. દક્ષિણ કોરિયાની સરકારે પણ કેટલીક યોજનાઓ શરૂ કરી છે.

ચીનની કંપનીની પણ આવી ઓફર 

દક્ષિણ કોરિયાની જેમ ચીન પણ જન્મ દર વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. ગયા વર્ષે, ચીનની સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ એજન્સીએ પણ  આ રીત અપનાવીને પોતાના કર્મચારીઓને ઓફર કરી હતી.  જો કંપનીમાં ત્રણ વર્ષ પૂરા કરી ચૂકેલા કર્મચારીઓને બાળક હોય, તો બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેઓને દર વર્ષે 10,000 યુઆન ($1,376 અથવા અંદાજે રૂ. 1.14 લાખ) મળશે.

વસ્તી થોડા જ દાયકામાં વૃદ્ધ થઈ જશે 

દક્ષિણ કોરિયા સહિત પૂર્વ એશિયાના ઘણા દેશો ટાઈમ બોમ્બ પર બેઠા છે. જો આ પરિવર્તન ન આવે તો, તેમની વસ્તી થોડા દાયકામાં વૃદ્ધ થઈ જશે.  દક્ષિણ કોરિયાનો પ્રજનન દર (0.78) વિશ્વમાં સૌથી ઓછો છે. આગામી વર્ષ સુધીમાં તે વધુ ઘટીને 0.65 સુધી પહોંચે તેવી શક્યતા છે. જો આ ગતિ ચાલુ રહેશે તો 2100 સુધીમાં દક્ષિણ કોરિયાની વસ્તી અડધી થઈને માત્ર 24 મિલિયન થઈ જશે. 2022માં 249,000 બાળકોનો જન્મ થવાની અપેક્ષા છે, જ્યારે દક્ષિણ કોરિયાને લેબલ માર્કેટ ટકાવી રાખવા માટે દર વર્ષે ઓછામાં ઓછા 5,00,000 બાળકોની જરૂર છે.


Google NewsGoogle News