દક્ષિણ કોરિયાના પ્રમુખની ધરપકડ, સમર્થકોના હોબાળા વચ્ચે પોલીસે સર્જ્યા ફિલ્મ જેવા સીન
South Korea President Yoon Arrested | દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સુક યોલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અગાઉ પણ મહાભિયોગનો સામનો કરી રહેલા યોલની ધરપકડ કરવા પહોંચી હતી પરંતુ તેમના સમર્થકોના હોબાળાને કારણે તેમની ધરપકડ થઈ શકી ન હતી.
દ.કોરિયાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યાં
બુધવારે સવારે સેંકડો પોલીસકર્મીઓ રાષ્ટ્રપતિ યોલના નિવાસસ્થાને પહોંચ્યા. તે પોતાના અંગત સુરક્ષા દળ સાથે ઘણા અઠવાડિયાથી અહીં રોકાયેલા હતા. ઉલ્લેખનીય છે કે યોલ દક્ષિણ કોરિયાના પ્રથમ રાષ્ટ્રપતિ છે જેમની ધરપકડ કરવામાં આવી છે.
#BREAKING: South Korea's Yoon becomes first sitting president to be arrested in the country’s history https://t.co/B3JpdwQIWw
— Anthony Robbins (@EnthonyRobbins) January 15, 2025
ફિલ્મ જેવા દૃશ્યો સર્જાયા
અહેવાલ મુજબ તપાસ એજન્સીઓએ યોલના ઘરમાં પ્રવેશવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો. પોલીસ સીડીઓ ચઢીને યોલના ઘરમાં પ્રવેશી અને તેમની ધરપકડ કરી. સમર્થકોના હોબાળા વચ્ચે આ ફિલ્મ જેવા દૃશ્યો સર્જાયા હતા.
પ્રમુખે જાહેર કર્યો વીડિયો સંદેશ
ધરપકડ બાદ, રાષ્ટ્રપતિએ એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યું છે કે મારી સામે શરૂ કરાયેલી તપાસ ગેરકાયદેસર છે. મેં CIO સમક્ષ હાજર થવાનો નિર્ણય લીધો છે, ભલે તે ગેરકાયદેસર તપાસ હોય. મેં આ નિર્ણય એટલા માટે લીધો છે કે જેથી કોઈ મોટી અનહોની ન સર્જાય. ઉલ્લેખનીય છે કે 3 ડિસેમ્બરની રાત્રે દેશમાં અચાનક માર્શલ લો લાગુ કર્યા બાદ પ્રમુખ યોનની ચોતરફી ટીકા થવા લાગી હતી.