દક્ષિણ કોરિયામાં વિપક્ષી નેતા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીવલેણ હુમલો, ચપ્પાના ઘા ઝીંક્યા

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
દક્ષિણ કોરિયામાં વિપક્ષી નેતા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીવલેણ હુમલો, ચપ્પાના ઘા ઝીંક્યા 1 - image


attacked on lee-jae-myung : દક્ષિણ કોરિયાના વિપક્ષની નેતા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચપ્પા વડે હુમલો કરવામાં આવતા તેમને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા  સારવાર અર્થે હોસ્પિલમાં લઈ જવાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અજાણ્યા સખ્શે જીવલેણ હુમલો કર્યો હતો

દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે મ્યુંગ (lee jae myung) પર એક અજાણ્યા સખ્શે ચપ્પા વડે જીવલેણ હુમલો કરતા તેમને ગાળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હુમલાની કેટલીક તસવીરો સામે આવી રહી છે જેમાં લી જે મ્યુંગ ગંભીર રીતે ઘાયલ હાલતમાં જમીન પર પડેલા જોવા મળે છે. 

આરોપીની ધરપકડ કરવામાં આવી

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર હુમલો કરનાર આરોપીની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે. લીએ આ પહેલા ગાડેઓક ટાપુ પર નિર્માણધીન નવા એરપોર્ટની સાઈટ વિઝિટ કરી હતી. ઉલ્લેખનીય છે કે લી જે મ્યુંગ દક્ષિણ કોરિયાની મુખ્ય ડેમોક્રેટી પાર્ટીના પ્રમુખ છે.  

દક્ષિણ કોરિયામાં વિપક્ષી નેતા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીવલેણ હુમલો, ચપ્પાના ઘા ઝીંક્યા 2 - image


Google NewsGoogle News