શું પાકિસ્તાનનું દેવાળીયું ફૂંકાઈ જશે..? દેવાના જાળમાં ફસાયું, 2024માં ચૂકવવા પડશે 40000 કરોડ!

પાકિસ્તાનના જીડીપીની તુલનાએ તેનું દેવું ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
શું પાકિસ્તાનનું દેવાળીયું ફૂંકાઈ જશે..? દેવાના જાળમાં ફસાયું, 2024માં ચૂકવવા પડશે 40000 કરોડ! 1 - image

image : Freepik


Pakistan Debt news | સામાન્ય ચૂંટણીના પરિણામ આવી જવા છતાં હજુ સુધી સરકાર ન બનતાં ચારેકોરથી ટીકાઓનો સામનો કરી રહેલા પાકિસ્તાન સામે વધુ એક મોટું સંકટ આવી ગયું છે. પાકિસ્તાનના જીડીપીની તુલનાએ તેનું દેવું ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જેનો મતલબ એ છે કે અર્થતંત્રની ઉત્પાદન વધારવાની ક્ષમતા અવરોધાઇ ગઈ છે. 

એક થિંક ટેન્કનો મોટો દાવો... 

ઈસ્લામાબાદની એક થિંક ટેન્ક ટેબએડલેબના જણાવ્યાનુસાર પાકિસ્તાનને ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે. જ્યાં સુધી યથાસ્થિતિમાં વ્યાપક સુધારા અને નાટકીય બદલાવ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન વધુને વધુ દેવામાં ગરકાવ થતું રહેશે અને એક અપરિહાર્ય ડિફોલ્ટ તરફ આગળ વધશે જે ચક્રવ્યૂહની શરૂઆત ગણાશે. 

પાકિસ્તાન પર કેટલું દેવું? 

ટેબએડલેબ (TabAdLab) એ જણાવ્યું હતું કે પાકિસ્તાનનું દેવું "એક વિકટ, અસ્તિત્વગત અને પ્રાસંગિક" પડકાર બની ગયો છે, જેને તાત્કાલિક અને વ્યૂહાત્મક હસ્તક્ષેપની જરૂર છે. દેવાની ચૂકવણી પણ ઐતિહાસિક હાઈ લેવલ પર છે જે વધતી વસતીની સામાજિક સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય અને મહત્ત્વપૂર્ણ રીતે ક્લાઈમેટ ચેન્જ જેવી જરૂરિયાતોને પ્રાથમિકતાથી વંચિત કરે છે. 2011 થી પાકિસ્તાનનું વિદેશી દેવું લગભગ બમણું થઈ ગયું છે અને સ્થાનિક દેવું છ ગણું વધી ગયું છે. પાકિસ્તાને FY2024 માં અંદાજિત 49.5 બિલિયન અમેરિકન ડૉલરનું દેવું ચૂકવવું પડશે. જેમાં 30 ટકા વ્યાજ છે અને તેમાં કોઈ દ્વિપક્ષીય અથવા IMF લોન સામેલ નથી. 

શું પાકિસ્તાનનું દેવાળીયું ફૂંકાઈ જશે..? દેવાના જાળમાં ફસાયું, 2024માં ચૂકવવા પડશે 40000 કરોડ! 2 - image


Google NewsGoogle News