સાવચેત થઇ જજો! ફરી એક કોરોના લહેર આવી... ટેક્નોલોજીમાં 'માસ્ટર' દેશમાં હાહાકાર, દર્દીઓ વધ્યાં
Image : IANS (File photo) |
Japan Covid-19 Update: કોરોના મહામારીએ વર્ષ 2019-20માં વિશ્વભરના દેશોને બાનમાં લીધુ હતું. આ મહામારીને કારણે લગભગ દોઢ વર્ષ સુધી દુનિયાના મોટા ભાગના દેશો થંભી ગયા હતા. તેમજ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ 2020ની 11 માર્ચે આ રોગને મહામારી જાહેર કરી હતી. લોકો હજુ સુધી આ મહામારીને ભૂલી શક્યા નથી. ત્યારે હવે ફરી એકવાર આ જીવલેણ વાયરસે દુનિયમાં ટેક્નોલોજીમાં માસ્ટર ગણાતા જાપાનમાં પગપેસારો કર્યો છે.
જાપાન નવા વેરિયન્ટથી ઝઝૂમી રહ્યુ છે
કોરોના (Corona)એ આખી દુનિયામાં અરાજકતા ફેલાવી દીધી હતી. લોકો એ કપરા સમયને ભૂલી શકે તેમ નથી અને હજુ પણ મનમાં વાયરસને લઈને ડર યથાવત છે. ત્યારે હવે ફરી એકવાર જાપાનમાં COVID-19ના વધતા કેસોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જાપાન કોરોનાના નવા વેરિયન્ટથી ઝઝૂમી રહ્યુ છે. દેશમાં કેવિડ-19ના સંક્રમણની 11મી લહેરને વેગ આપી રહ્યું છે.
સંક્રમિત દર્દીઓની સંખ્યમાં સતત વધારો જોવા મળ્યો
જાપાન (Japan) સંક્રમિત રોગ એસોસિએશનના અધ્યક્ષ કાઝુહિરો તાકેડા (Kazuhiro Takeda)ના જણાવ્યાનુસાર દેશમાં KP.3 વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તાકેડાએ વધુમાં કહ્યું હતું કે 'આ વખતે વેક્સિન લીધેલા તેમજ ગત લહેરમાં જે લોકો સંક્રમિત થયા હતા તે લોકોમાં પણ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આગામી અઠવાડિયું નિર્ણાયક હશે કારણ કે અધિકારીઓ વેરિયન્ટના ફેલાવા અને અસર પર નજર રખશે.' ઉલ્લેખનીય છે કે જાપાનમાં કેવિડ-19ના સંક્રમિત દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે ઘણા કેસો ગંભીર ન હોવાને કારણે રાહત અનુભવી છે. આ નવા KP.3 વેરિઅન્ટના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ગંધ અને સ્વાદ ગુમાવવો, માથાનો દુખાવો અને થાકનો સમાવેશ થાય છે.
જાપાનમાં 2020ની શરુઆતમાં પ્રથમ કેસ નોંધાયો હતો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, સમગ્ર જાપાનમાં જુલાઈની 1 થી 7 તારીખ દરમિયાન સંક્રમણમાં 1.39 ગણો અથવા 39 ટકાનો વધારો નોંધાયો છે. અહીં એ વાતં પણ નોંધવી જરુરી છે કે જાપાનમાં 2020ની શરૂઆતમાં કોવિડ-19નો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી, પૂર્વ એશિયાઈ દેશમાં કુલ 34 મિલિયન સંક્રમિત અને લગભગ 75,000 સંબંધિત મૃત્યુ નોંધાયા છે.