‘સમયસર દેવું ચુકતે કરો નહીં તો તમારી સેના...’ ચીનની પાકિસ્તાનને ખુલ્લી ધમકી

ચીન અને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
‘સમયસર દેવું ચુકતે કરો નહીં તો તમારી સેના...’ ચીનની પાકિસ્તાનને ખુલ્લી ધમકી 1 - image

ચીન અને પાકિસ્તાન વચ્ચે માત્ર દેખાડો કરતી મિત્રતા વિશ્વની સામે આવી છે. સંરક્ષણ ઉપકરણોની ચુકવણીમાં વિલંબ થતા ચીને તાજેતરમાં જ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે, સમયસર ચુકવણી નહીં થાય તો તમારી સેના માટે સંરક્ષણ ઉપકરણોનો પુરવઠો અટકાવી શકે છે. આ મામલે ચર્ચા કરવા માટે બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં સમયસર ચુકવણી કરવાની વાત થઈ હતી. ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું છે.

ચીન અને પાકિસ્તાન વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં જ ચીન અને પાકિસ્તાન વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં પાકિસ્તાને પોતાની સંરક્ષણ જરૂરીયાત માટે તોપખાનાથી લઈને મિસાઈલ સિસ્ટમ સુધી ચીન પર ભારે નિર્ભરનો ઉલ્લેખ કર્યો. એવું કહેવાય છે કે, દેવું અંગેનો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલશે, તો પાકિસ્તાનની મુશ્કેલી વધી શકે છે. જેમાં માત્ર મુખ્ય સંરક્ષણ સિસ્ટમો જ નહીં, બંને દેશોના સંબંધો પર પણ નકારાત્મક અસર પડી શકે છે. ચીન છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનને સૈન્ય ક્ષમતાઓ વધારવામાં ઘણી મદદ કરી રહ્યું છે, જે આખુ વિશ્વ જાણે છે.

‘પાકિસ્તાન માત્ર આશ્વાસન પર આશ્વાસન આપી શકે’

મેજર જનરલ અશોક કુમાર (સેવાનિવૃત્ત)એ જણાવ્યું કે, પાકિસ્તાન માત્ર આશ્વાસન પર આશ્વાસન આપી શકે છે, પરંતુ ચીનને પોતાના નાણાં રિટર્ન આવવાનું બિલકુલ દેખાઈ રહ્યું નથી અને સુરક્ષા મોરચે પણ કોઈ ખાસ ફેરફાર થયો નથી. ચીન પણ જાણે છે કે, તે સંરક્ષણ ઉપકરણોમાં ક્રેડિટ-આધારિત પૂરવઠો અથવા સીપીઈસી મામલે પાકિસ્તાન પાસેથી સમર્થન પરત લઈ શકતો નથી.


Google NewsGoogle News