નેતાએ પોતાની અંતિમ ઇચ્છામાં લખ્યું, મને તાબૂતમાં નહીં.... દફનાવામાં આવે
જોહનિસબર્ગ, તા. 5 એપ્રિલ 2020, રવિવાર
સાઉથ આફ્રિકામાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં એક નેતાએ પોતાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી જે આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઇ રહીં છે. નેતાએ પોતાની અંતિમ ઇચ્છામાં જણાવ્યું કે મર્યા બાદ તેને તાબૂતમાં નહીં પણ મર્સિડીઝ સહિત દફનાવામાં આવે. તેમણે મરતા પહેલા પોતાની અંતિમ વસીયમાં આ માહિતી લેખીતમાં પોતાના પરિવારને આપી હતી.
આ ઘટના સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગની છે. જ્યાં યુનાઇટેડ ડેમોક્રેટિક મૂવમેન્ટના નેતા તેમની મોત બાદ તેમની ગમતી મર્સિડીઝ કાર સહિત દફનાવામાં આવ્યાં.
યુનાઇટેડ ડેમોક્રેટિક મૂવમેન્ટના નેતા (Tshekede Pitso) મોટાભાગે પોતાનો સમય કારમાં પસાર કર્યો છે. તેમણે પોતાની ત્રણ દીકરી અને બે પુત્રને અંતિમ ઇચ્છામાં આદેશ આપ્યો હતો કે તેમને પોતાની કારમાં જ દફનાવામાં આવે. જ્યારે Tshekede Pitsoને દફનાવા માટે લઇ જવામાં આવ્યાં ત્યારે ગામના લોકો ઢોલ નગારા વગાડી પાંરપરીક રીતે અંતિમ વિદાય આપી.
Tshekede Pitsoની અંતિમ ઇચ્છા અનુસાર તેમના પરિવાર મર્સિડીઝ બેન્ઝની અંદર તેમને દફનાવ્યાં. આ કાર 62,240 ડોલર( લગભગ 47 લાખ રુપિયા). આ દરમિયાન તેમના બંને હાથ સ્ટેરિયંગ પર હતા. 72 વર્ષીય પિટ્સો પોતાનાા સફેદ સૂટમાં હતા.
પાર્ટી નેતા દ્વારા તેમના પરિવારના નિર્દેશમાં આ રીતે દફનાવામાં આવ્યા હતા. યુનાઇટેડ ડેમોક્રેટિક મૂવમેન્ટના નેતા પિટ્સોની આ દફન વિધિ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.