પ્રયોગના ભાગરૂપે પુત્રને ચિંપાન્ઝી સાથે ઉછેર્યો : અંતે ભૂલ સમજાઈ
- મનોવૈજ્ઞાનિક માતાપિતાની કરતૂત
- ચિંપાન્ઝી અને ડોનાલ્ડને એક જેવા કપડાં, રમકડાં અને ખોરાક આપવામાં આવતો હતો
ન્યુયોર્ક : માતા-પિતા હંમેશા પોતાના બાળકોને સૌથી સારી વ્યવસ્થા પૂરી પાડતા હોય છે. પરંતુ, મનોવૈજ્ઞાાનિક માતા-પિતાએ એક્સપેરિમેન્ટ માટે પોતાના બાળકને એક ચિંપાન્ઝી સાથે મોટો કર્યો હતો. આ ટેસ્ટનું રિઝલ્ટ એવું આવ્યું કે, બાળક ડોનાલ્ડ ચિત્ર-વિચિત્ર વ્યવહાર કરવા લાગ્યો હતો.
એક રિપોર્ટ મુજબ, આ અજીબ એક્સપેરિમેન્ટની શરૂઆત ૧૯૩૧માં થઈ હતી. ડોનાલ્ડના પિતા વીન થોર્પ અને માતા લુઈ કેલોગ મનોવૈજ્ઞાાનિક હતાં. તેઓ બેબી ચિંપાન્ઝીને પોતાના ઘરે લઈને આવ્યા હતાં. તેમણે ચિંપાન્ઝીને પુત્ર ડોનાલ્ડની બહેન ગણાવીને ગુઆ નામ આપ્યું હતું. ત્યારબાદ, તેમણે નક્કી કર્યું કે, આ પ્રયોગ પાંચ વર્ષ સુધી ચલાવવામાં આવશે.
આ પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ ચિંપાન્ઝી માણસ જેવો વ્યવહાર કરી શકે છે કે નહીં તે જાણવાનો હતો. પરંતુ, થયું તેનાથી વિપરીત. જ્યારે, પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે ચિંપાન્ઝી ૭ મહિના અને ડોનાલ્ડ ૧૦ મહિનાનો હતો. બંનેને એક જેવા કપડા, રમકડા અને ખોરાક આપવામાં આવ્યો હતો. જે બાદ બંનેને એક રમકડાની ગાડીમાં બેસાડીને ગોળગોળ ફેરવવામાં આવ્યા હતાં. આ ઘટનાનો વીડિયો આજે પણ સોશિયલ મીડિયામાં વાયરલ છે. પુત્ર ચિંપાન્ઝી જોવો વ્યવહાર કરતાં અઠવાડિયાના સાત દિવસ અને ૧૨ કલાક થતાં ટેસ્ટને અંતે રોકવામાં આવ્યા હતાં અને ચિંમ્પાન્ઝીને ઝૂમાં પરત મોકલવામાં આવ્યો હતો. ડોનાલ્ડના માતા-પિતાનું ૧૯૭૨માં મોત થયું હતું. તેના એક વર્ષ બાદ ડોનાલ્ડે પણ આત્મહત્યા કરી લીધી હતી.