Get The App

ગાઝામાં કંઈક મોટું થવાની તૈયારી? નેતન્યાહૂએ મોસાદ ચીફને યુદ્ધના મેદાને ઉતાર્યા, હમાસને લાસ્ટ ચાન્સ!

Updated: Jan 12th, 2025


Google News
Google News
ગાઝામાં કંઈક મોટું થવાની તૈયારી? નેતન્યાહૂએ મોસાદ ચીફને યુદ્ધના મેદાને ઉતાર્યા, હમાસને લાસ્ટ ચાન્સ! 1 - image


Israel–Hamas war: ઈઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિના કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જોકે, હજું આ યુદ્ધનો કોઈ અંત નથી આવ્યો. ઈઝરાયલી સેના સતત ગાઝામાં અલગ-અલગ સ્થળોએ બોમ્બમારો કરી રહી છે. હમાસના બંને ચીફ કમાન્ડરોની હત્યા બાદ પણ આતંકવાદીઓએ હજુ સુધી ઈઝરાયલી સેના સામે આત્મસમર્પણ નથી કર્યું. આવી સ્થિતિમાં હવે ઈઝરાયલ ગાઝામાં કંઈક મોટું કરવાની તૈયારી કરી રહ્યું છે. વડાપ્રધાન નેતન્યાહૂએ હવે મોસાદ ચીફને યુદ્ધના મેદાને ઉતાર્યા છે. ઈઝરાયલી સેના ગાઝાને મહાવિનાશથી બચવા માટે છેલ્લી તક આપવા માગે છે. 

નેતન્યાહૂએ મોસાદ ચીફને યુદ્ધના મેદાને ઉતાર્યા

આ મુદ્દે હવે ઈઝરાયના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામ પર  ગાઝામાં થઈ રહેલી વાતચીતમાં પ્રગતિનો સંકેત આપ્યો છે. તેમણે આગામી તબક્કાની વાતચીત માટે પોતાની ગુપ્તચર એજન્સી 'મોસાદ'ના ડિરેક્ટરને પણ વાટાઘાટોના મંચ પર મોકલવાની મંજૂરી આપી દીધી છે. જેથી હવે ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં શાંતિ લાવી શકાય. અત્યાર સુધીમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવાની દિશામાં નેતન્યાહૂનું આ સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલયે શનિવારે આ નિર્ણયની માહિતી આપી હતી.

આ પણ વાંચો: દિલ્હીના CM એ ચૂંટણી લડવા જનતા પાસે ફંડ માગ્યું, રૂ. 100થી 1000 સુધીનું દાન કરવા કરી અપીલ

ક્યાં થશે આ વાતચીત

હજું સુધી એ સ્પષ્ટ નથી કે, મોસાદના ડિરેક્ટર ડેવિડ બાર્નીઆ ક્યારે કતારની રાજધાની દોહા ક્યારે જશે, જ્યાં ઈઝરાયલ અને આતંકવાદી જૂથ હમાસ વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેમની હાજરીનો અર્થ એ થશે કે હવે ઉચ્ચ સ્તરીય ઈઝરાયલી અધિકારીઓ વાતચીતમાં સામેલ થશે, જેમની કોઈ પણ કરાર પર હસ્તાક્ષર કરવા માટે પડે છે. છેલ્લા 15 મહિનાના યુદ્ધમાં માત્ર એક જ વાર ટૂંકા ગાળા માટે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી અને તે પણ લડાઈના શરૂઆતના અઠવાડિયામાં. ત્યાર બાદ અમેરિકા, ઈજિપ્ત અને કતારની મધ્યસ્થી હેઠળ અનેક તબક્કાની વાતચીત થઈ હતી પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું.

Tags :
Israel–Hamas-warGazaBenjamin-NetanyahuMossad

Google News
Google News