બંધકોને અત્યારે જ મારી નાખો તેવા સુત્ર સાથેનું પ્લેકાર્ડ લઈ કોઈ ઇઝરાયલ ડે-પરેડમાં ઘૂસી ગયો

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
બંધકોને અત્યારે જ મારી નાખો તેવા સુત્ર સાથેનું પ્લેકાર્ડ લઈ કોઈ ઇઝરાયલ ડે-પરેડમાં ઘૂસી ગયો 1 - image


- ન્યૂયોર્કમાં યોજાયેલી ઇઝરાયલ-ડે પરેડમાં પેલેસ્ટાઇની ધ્વજ મોં પર વીંટાળી તે પ્લેકાર્ડ લઈ તોફાન કરવાનો તેનો હેતુ હતો

ન્યૂયોર્ક : અહીં યોજાઈ રહેલી ઇઝરાયલ ડે પરેડ સમયે એક પેલેસ્ટાઇની સમર્થક મોં પર પેલેસ્ટાઇની ધ્વજ વીંટાળી પરેડમાં ઘૂસી ગયો હતો. આથી તે પરેમાં અફડા તફડી મચી ગઈ હતી. તેની સાથે ઇઝરાયલ વિરોધી કેટલાયે લોકો મહદ્અંશે મૂળ પેલેસ્ટાઇનીઓ તે પરેડમાં ઘૂસી પરેડ અસ્તવ્યસ્ત કરવા પ્રયત્નો કર્યા હતા.

૧લી જૂન ૧૯૪૮ના દિવસે ઇઝરાયલને બ્રિટિશરોએ સ્વતંત્ર કર્યું હતું. તેથી ૧ લી જૂનનો દિવસ દુનિયાભરમાં રહેલા યહૂદીઓ તે દિવસ ઉજવે છે. તે રીતે ન્યૂયોર્ક સ્થિત ઇઝરાયલીઓએ પણ ૧લી જૂન ઇઝરાયલ દિવસ તરીકે ઉજવ્યો હતો. તેઓની સાથે ઇઝરાયલ તરફી અનેક અમેરિકન્સ તથા વિદેશોમાંથી પણ અમેરિકામાં સ્થિર થયેલા લોકો પૈકી ઘણાએ ૧લી જૂનને ઇઝરાયલ દિવસ તરીકે ઉજવે છે. સમગ્ર અમેરિકામાં ન્યૂયોર્કમાં યહુદીઓની સૌથી વધુ વસ્તી છે. તેથી ત્યાં દર ૧લી જૂને જબરજસ્ત સરઘસ નીકળે છે.

આ વર્ષે તો હમાસે બંધક બનાવેલા બંધકોના કુટુંબીજનો પણ ઇઝરાયલ ડે પરેડમાં જોડાયા હતા. તે સરઘસમાં પેલેસ્ટાઇની ધ્વજ મોં પર વીંટાયેલો એક પેલેસ્ટાઇની એક ઇઝરાયલ તરફીની આરે જ તે પરેડમાં આવી ગયો. કેફીયેટ કહેવાતો પેલેસ્ટાઇની ધ્વજ મોં પર વીંટાળી પોતાની ઓળખ છૂપાવનાર તે વ્યકિત એક યહૂદીની સામે આવી ગઈ. તેણે તેને ધમકી આપતા કહ્યું, મારી સામે ફરીથી આવતો નહીં.

વિશ્લેષકો કહે છે કે ઇઝરાયલમાં પેલેસ્ટાઇનીઓ - આરબો અને યહૂદીઓ વચ્ચેનું વૈમનસ્ય એટલુ ઊંડું ઉતરી ગયું છે કે, તત્કાળ તો ઇઝરાયલ- હમાસ યુદ્ધનો અંત આવે તેવી કોઈ શક્યતા ક્ષિતિજ ઉપર પણ દેખાતી નથી.


Google NewsGoogle News