બરફના રણ સાઇબેરિયામાં જોવા મળતા વિશાળ ખાડાના રહસ્યનો ઉકેલ

તાપમાન વધવાથી રશિયામાં પર્મોફ્રોસ્ટ પિગળવાનો ખતરો વધતો રહયો હતો.

પ્રાકૃતિક ગેસ બહાર નિકળવાથી પ્રચંડ દબાણ ઉભું થવા લાગ્યું હતું.

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
બરફના રણ સાઇબેરિયામાં જોવા મળતા વિશાળ ખાડાના રહસ્યનો ઉકેલ 1 - image


મોસ્કો,31 જાન્યુઆરી,2024, બુધવાર 

યમાલ અને જીડાનમાં પર્માફ્રોસ્ટ જળવાયુ પરિવર્તન અને વૈશ્વિક તાપમાનની અસરથી ઉપર અને નીચે એમ બંને તરફ પિગળવા માંડયો હતો.વિસ્ફોટની સાથે પુષ્કળ પ્રમાણમાં બરફ પણ બહાર નિકળ્યો હતો. વિશ્વના સૌથી વિશાળ બરફના રણ સાઇબેરિયામાં જોવા મળતા વિશાળ ખાડાઓનું રહસ્ય બહાર આવ્યું છે. આ ખાડાઆ ખાડાઓમાંથી અવાર નવાર વિસ્ફોટ થવાનો અવાજ આવતો હતો. રશિયાના ઉત્તરી યમાન અને જિડાન પ્રાયદ્વીપમાં આ ખાડા જોવા મળે છે. આ સમગ્ર વિસ્તાર સાઇબેરિયન પર્માફ્રોસ્ટનો રહયો છે. ખાડા એવા વિસ્તારમાં છે જયાં ૪૦ હજાર કરતા પણ વધુ વર્ષોથી પર્મોફ્રોસ્ટ જમા થયેલું છે.

બરફના રણ સાઇબેરિયામાં જોવા મળતા વિશાળ ખાડાના રહસ્યનો ઉકેલ 2 - image

સાઇબેરિયામાં દાયકા પહેલા આઠ ઉંડા ખાડા શોધવામાં આવ્યા હતા. ૧૬૦ ફૂટ જેટલા ઉંડા ખાડામાંથી આવતો ભયાનક વિસ્ફોટનો અવાજ વૈજ્ઞાનિકોને મુંઝવતો હતો. ખાડા કેવી રીતે પડયા હશે તે પણ સંશોધનનો વિષય હતો.  પહેલા અર્થ આર્કાઇવ નામના પેપર્સમાં પ્રકાશિત ખુલાસા મુજબ આ ગડ્ડા એટલે કે ક્રેટર ઐતિહાસિક સરોવરનો એક હિસ્સો રહયા છે. જે અત્યંત ઠંડીના લીધે પહેલા જામી ગયું અને પછીથી સૂકાઇ ગયું હતું. 

બરફના રણ સાઇબેરિયામાં જોવા મળતા વિશાળ ખાડાના રહસ્યનો ઉકેલ 3 - image

સમય જતા જમીનની અંદર પહેલો પ્રાકૃતિક ગેસ બહાર નિકળવાથી પ્રચંડ દબાણ ઉભું થવા લાગ્યું હતું. આથી ભયાનક વિસ્ફોટ સાથે ખાડા બનવા લાગ્યા હતા. જો કે હવેના સંશોધન મુજબ ઐતિહાસિક સરોવર હોવાની થિયેરી વિસ્તારની ભૂગોળ જતા બંધ બેસતી નથી. આ પ્રાયદ્વીપમાં બનેલા પર્મોફ્રોસ્ટના ઘેરાવામાં ખૂબ તફાવત જોવા મળે છે. કયાંક ઘેરાવો  ૧૬૦૦ ફુટ તો કયાંક ૧૦૦ ફૂટ જેટલો છે. જમીન આસપાસ વિપૂલ પ્રમાણમાં મીથેન ગેસ એકઠો થવા લાગ્યો હતો. પ્રાકૃતિક ગેસના ભંડારની અંદર ગરમી પેદા થવાથી પર્મોફ્રોસ્ટ ઓગળવાની શરુઆત થઇ હતી. પર્મોફ્રોસ્ટ પીગળવાથી જમીનની અંદર હવાના પોકેટ બનવા લાગ્યા હતા.

બરફના રણ સાઇબેરિયામાં જોવા મળતા વિશાળ ખાડાના રહસ્યનો ઉકેલ 4 - image

ધીરે ધીરે તાપમાન વધવાથી રશિયામાં પર્મોફ્રોસ્ટ પિગળવાનો ખતરો વધતો રહયો હતો. યમાલ અને જીડાનમાં પર્માફ્રોસ્ટ જળવાયુ પરિવર્તન અને વૈશ્વિક તાપમાનની અસરથી ઉપર અને નીચે એમ બંને તરફ પિગળવા માંડયો હતો. વિસ્ફોટની સાથે પુષ્કળ પ્રમાણમાં બરફ પણ બહાર નિકળ્યો હતો.

વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર પણ પહોંચ્યા છે કે કેટલાક ખાડા સમય જતા પાણી અને માટીથી પૂરાઇ ગયા હશે. એક અનુમાન અનુસાર આર્કેટિક પર્માફ્રોસ્ટમાં ૧૯૦૦ બિલિયન ટન ગ્રીન હાઉસ ગેસ જમા છે. મતલબ ક કાર્બન ડાયોકસાઇડ અને મીથેનના લીધે  સતત વધતા જતું તાપમાન સાઇબેરિયા માટે મહા ખતરા સમાન છે.



Google NewsGoogle News