અંતરિક્ષમાંથી પૃથ્વી પર વાવાઝોડું ત્રાટકશે; સેટેલાઇટ, પાવર ગ્રીડ અને GPSને પણ ખતરો

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
Solar Storm



Solar Storm Coming Towards Earth: નાસા સહિત વિશ્વભરની સ્પેસ એજન્સીઓએ ચેતવણી આપી છે કે પૃથ્વી તરફ એક મોટું સૌર વાવાઝોડું આવી રહ્યું છે. આ સૌર વાવાઝોડાના કારણે ઉપગ્રહો, પાવર ગ્રીડ અને સ્પેસ સ્ટેશનો જોખમમાં આવી શકે છે. નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે સૂર્યમાં ખતરનાક સૌર તોફાન ઊભું થયું છે. આ સૌર વાવાઝોડું પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડામાં હાજર ચાર્જ થયેલા સૌર કણો જીપીએસ અથવા રેડિયો સિગ્નલને અવરોધિત કરવા અને કોઈપણ ઇલેક્ટ્રિક ઉપકરણને બંધ કરી શકે એટલા મજબૂત છે. આ સૌર કણોની ઝડપ 3 મિલિયન (30 લાખ) માઇલ પ્રતિ કલાકથી પણ વધુ છે.

પૃથ્વી તરફ વધી રહ્યું છે સૌર વાવાઝોડું

સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે, સૂર્યમાંથી નીકળતી કિરણોત્સર્ગ ઊર્જાના કારણે જીઓમેગ્નેટિક વાવાઝોડું પૃથ્વી તરફ આવી રહ્યું છે. જેના કારણે સેટેલાઇટ, પાવર ગ્રીડ અને સ્પેસ સ્ટેશન જોખમમાં છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ત્રણ કોરોનલ માસ ઇજેક્શન (CMEs) હાલમાં પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે. પ્રથમ બે એમ-ક્લાસ સૌર જ્વાળાઓ 7 ઑગસ્ટના રોજ સૂર્યમાંથી ઉત્સર્જિત થઈ હતી. પ્રારંભિક કોરોનલ માસ ઇન્જેક્શન પ્રમાણમાં ઓછા હતા, પરંતુ ત્રીજો X1.3-વર્ગ સોલર ફ્લેર ખૂબ શક્તિશાળી છે. જો આ વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાય તો મોટું નુકસાન થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ જો બાંગ્લાદેશને કંઈ થયું તો ભારતના બંગાળમાં...: બે દેશોના સંબંધોમાં તિરાડ લાવી શકે છે યુનુસનું આ નિવેદન

ત્રણ-ચાર દિવસમાં પૃથ્વી સાથે અથડાવાનો ભય

સૂર્યની સપાટી પરથી પ્લાઝ્મા અને ચુંબકીય તરંગોની અસરથી ઉદ્ભવેલું સૌર વાવાઝોડું આગામી ત્રણથી ચાર દિવસમાં પૃથ્વી સાથે અથડાશે તેવી ધારણા છે. આ સૌર તોફાનો રેડિયો બ્લેકઆઉટ, સેટેલાઇટ, સેલ્યુલર ફોન અને જીપીએસ નેટવર્કને જામ કરી શકે છે.

આ પણ વાંચોઃ શેખ હસીનાએ નથી આપ્યું રાજીનામું? પુત્રનો દાવો, હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે

સૌર તોફાન શું છે?

નાસાના વૈજ્ઞાનિકોના મતે, સૂર્યના કેન્દ્રમાંથી નીકળતા પ્લાઝ્મા અને ચુંબકીય તરંગોના પ્રચંડ વિસ્ફોટથી સૌર જ્વાળાઓ સર્જાય છે. જેના પરિણામે અબજો સૌર કણો ચારે બાજુ વિખેરાઈ શકે છે. આ કણો લગભગ ત્રણ મિલિયન (30 લાખ) માઇલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોનો પ્રવાહ મોકલે છે. જ્યારે સૌર વાવાઝોડું પૃથ્વીના વાતાવરણને અથડાય છે, ત્યારે તે ઉત્તર ધ્રુવ પરના વાતાવરણમાં લીલી ચમક પેદા કરે છે, જેને ઓરોરા કહેવાય છે, જો કે આ ઘટના ઇલેક્ટ્રોનિક ઉપકરણો, રેડિયો તરંગો અને પાવર ગ્રીડ માટે જોખમી છે. સૂર્યમંડળ પર તેની અસરને રોકી શકાતી નથી. 


Google NewsGoogle News