Get The App

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પરના તમામ પ્લેટફોર્મ પર 6 દિવસનો પ્રતિબંધ, જાણો કારણ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પરના તમામ પ્લેટફોર્મ પર 6 દિવસનો પ્રતિબંધ, જાણો કારણ 1 - image


Social Media Banned in Pakistan : પાકિસ્તાનમાં અગાઉ ચાર મહિનાથી વધુ સમય સુધી એક્સ (અગાઉ ટ્વિટર) બ્લોક કરાયું હતું, તો હવે પાકિસ્તાન સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર છ દિવસનો પ્રતિબંધ લાદાવનો નિર્ણય લીધો છે. સરકાર મોહરમના તહેવારને ધ્યાને રાખી 13થી 18 જુલાઈ સુધી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ રાખશે.

મોહરમને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

મળતા અહેવાલો મુજબ પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે ઈસ્લામી મહિનો મોહરમ (Muharram)ને દરમિયાન ‘નફરત ફેલાવતી સામગ્રી’ને અટકાવવા માટે સોશિયલ મીડિયાના તમામ પ્લોટફોર્મ YouTube, WhatsApp, Facebook, Instagram અને TikTok પર 13થી 18 જુલાઈ સુધી પ્રતિબંદ લાદવાનો નિર્ણય લીધો છે. 

આ પણ વાંચો : 'મહિલાઓનો પહેરવેશ જવાબદાર...' દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ પર ભાજપના નેતાની જીભ લપસી

પંજાબ સરકારે એડવાઈઝરી જાહેર કરી

મીડિયા અહેવાલો મુજબ પંજાબ સરકાર દ્વારા ગુરુવારે મોડી રાત્રે જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રી મરિયમ નવાજ (CM Maryam Nawaz Sharif)ની કાયદો અને વ્યવસ્થા સંબંધીત કેબિનેટે 12 કરોડથી વધુ વસ્તી ધરાવતા પંજાબ પ્રાંતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર છ દિવસનો પ્રતિબંધ લાદવાની ભલામણ કરી છે. તહેવારો દરમિયાન નફરત ફેલાવતી સામગ્રી અને અફવાઓ ફેલાતી અટકાવવા તેમજ સાંપ્રદાયિક હિંસા ન થાય તે હેતુથી કેબિનેટે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીએ સંજય સિંહને આપી મોટી જવાબદારી, રાજ્યસભામાં AAP સંસદીય દળના અધ્યક્ષ બનાવાયા

મરિયમે વડાપ્રધાનને કરી અપીલ

મરિયમ નવાજની પંજાબ સરકારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (Pakistan PM Shehbaz Sharif)ને વિનંતી કરી છે કે, કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 13થી 18 જુલાઈ સુધી બંધ રાખવા માટે સૂચના જારી કરે. ઉલ્લેખનીય છે કે, શાહબાઝ શરીફ મરિયમ નવાજના કાકા છે. ‘યૌમ-એ-આશુરા’ મુહર્રમની 10મી તારીખે આવે છે, જે ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો છે.


Google NewsGoogle News