સાપના 1 ગ્રામ ઝેરની કિંમત 6 લાખ, એક દેશ જે કરે છે સાપની ખેતી, જાણો કેવી રીતે થાય છે તેનો ઉછેર
યુટ્યુબર એલ્વિશ યાદવ ઉપર રેવ પાર્ટીમાં સાપના ઝેરના સપ્લાયનો આરોપ લાગવાથી હાલ સાપનું ઝેર ખુબ જ ચર્ચામાં છે, જેનો ઉપયોગ યુવાનો નશા તરીકે કરે છે
ચીનમાં એક ગામ આવેલું છે જ્યાં લાખો ઝેરી સાપોની ખેતી કરવામાં આવે છે અને પછી તેની સપ્લાય કરવામાં આવે છે
Snake Farming: મોટાભાગના દેશો મરઘાં ઉછેર કરતા છે એવામાં હાલ એક સમાચાર સામે આવ્યા છે કે ચીનમાં સાપનો ઉછેર કરવામાં આવે છે. ચીનમાં એવા ઘણા ગામો છે કે જ્યાં સાપનો ઉછેર કરવામાં આવે છે.
જિસિકિયાઓ ગામ છે સ્નેક વિલેજ
ચીનના ઝેજિયાંગ પ્રાંતના જિસિકિયાઓ ગામમાં સાપનો ઉછેર કરવામાં આવે છે. ત્યાં લગભગ દરેક પરિવાર સાપની ખેતી કરે છે. આથી જ તેને સ્નેક વિલેજ પણ કહેવામાં આવે છે. લગભગ 7 દાયકા પહેલા આ ગામે સાપ ઉછેરની જવાબદારી લીધી હતી. એક અંદાજ મુજબ અહીં દર વર્ષે 3 થી 5 મિલિયન સાપ જન્મે છે. જ્યારે તેઓ પુખ્ત વયે પહોંચે તેમજ તેની માંગ મુજબ સાપને ચીનમાં અથવા બહાર સપ્લાય કરવામાં આવે છે.
ચીનમાં સાપ અને પશુઓમાંથી બનાવવામાં આવે છે દવાઓ
જેમ ભારતમાં વિવિધ જડીબુટ્ટીમાંથી દવાઓ બનાવવામાં આવે છે, તેમ ચીનમાં પરંપરાગત ચાઇનીઝ દવાઓ બનાવવામાં સાપની ચામડીથી લઈને તેનું તેલ અને ઝેરનો ઉપયોગ કરવામાં આવે રહે છે.
સૌથી વધુ ડીમાંડ છે આ સાપની
સાપનું ઝેર વાપરવા માટે ક્રેટ, પીટ વાઇપર, રેટ સ્નેક અને રેટલ સ્નેક આ ચાર પ્રજાતિનો ઉછેર વધુ કરવામાં આવે છે. તેમજ અમુક દશકાથી કોબ્રા પણ આ શ્રેણીમાં સામેલ છે. જે બધાને બી-હુઆ-શી કહેવામાં આવે છે. આ બધા ઝેરીલા સાપના ઝેરમાંથી ડ્રગ્સ બનાવવામાં આવે છે તેમજ ચીન પર તો એવો પણ આરોપ છે કે તે સાપની ડીશ બનાવીને ખુબ જ મોંધા ભાવે વેચે પણ છે. દર વર્ષ ચીનમાં તેમજ ચીન બહાર કેટલા સાપને સપ્લાય કરવામાં આવે છે તેનો કોઈ જ ડેટા મળતો નથી. બધામાં સોર્સમાં અલગ અલગ ડેટા મળે છે પણ માનવામાં આવે છે કે માત્ર ચીનમાં જ 50 લાખથી વધુ સાપનો ઉપયોગ કરી લેવામાં આવે છે. જો કે આ ડેટા પણ ઘણા વર્ષો જુનો છે.
સાપના ઉછેર માટે કયારે આપવામાં આવે છે પરમીટ?
ચીનની સરકાર સાપના ઉછેર માટે પરમીટ આપે છે. જેમાં ક્યાં પ્રકારનો ઉછેર થશે, સાપનું કેટલું ધ્યાન રાખવામાં આવશે, તેનો જન્મ કોઈ આર્ટીફીશીયલ રીતે થશે કે કેમ, તેને પ્રાકૃતિક કે તેના જેવું વાતાવરણ આપવામાં આવશે, તેમજ 20થી ઓઅચ્ચું અને 25 ડિગ્રી કરતા વધુ તાપમાન પર ન રહે વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
ક્યાં દેશોમાં થાય છે સપ્લાય અને ઝેરની કિંમત શું ?
અમેરિકા, જર્મની, જાપાન, સાઉથ કોરિયા અને હોંગકોગ જેવા દેશોને ચીન સાપની સપ્લાય કરે છે. સાપની પ્રજાતિ પ્રમાણે સાપના ઝેરની કિંમત નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે સાપના એક ગ્રામ ઝેરની કિંમત સાડા 400 ડોલરથી લઈને સાડા 700 ડોલર સુધી હોય છે. તેમજ દેશ પ્રમાણે પણ કિંમત લેવામાં આવે છે.
સાપની ખેતી કઈ રીતે થાય છે?
સામાન્યરીતે એકાંતવાડી જગ્યાએ સાપનો ઉછેર કરવામાં આવે છે જેથી તેને કોઈ નુકસાન ન પહોચાડી શકે. તેમજ સાપ પકડનારા એક્સપર્ટ દ્વારા સાપની વિવિધ પ્રજાતિને ત્યાં લાવીને સાપના ખોરાક માટે દેડકા, ઉંદર, ગરોળી જેવા જીવ ભેગા કરવામાં આવે છે. તેમજ કાંચ કે લાકડાના બોક્સમાં તેના ઈંડાને સેવવામાં આવે છે. ત્યારબાદ તેની સાઈઝ પ્રમાણે તેને અલગ અલગ રાખવામાં આવે છે અને મોટા થતા તેને સપ્લાય કરવામાં આવે છે.
હંમેશા સાથે રાખવું પડે છે એન્ટિ-વેનોમ
સાપનો ઉછેર કરવો ખુબ જ જોખમભર્યું કામ હોવાથી તેનો ઉછેર કરનાર હંમેશા પોતાની પાસે એન્ટિ-વેનોમ રાખે જ છે. બધા સાપ પ્રમાણે તેનું એન્ટિ-વેનોમ અલગ અલગ હોય છે, જેની જાણકારી ડોક્ટર આપે છે. આ સિવાય તેની એક્સપાયરી પણ ચેક કરતા રહેવું પડે છે. તેમજ તેના ઉછેરમાં થતા અકસ્માતોથી બચવા માટે હાઈ બુટ અને ગ્લવ્સ પણ પહેરવા જરૂરી છે.
સાપનો ક્યાં ક્યાં ઉપયોગ કરવામાં આવે છે?
સૌથી પહેલા તો તેનું ઝેર કાઢીને તેને લેબમાં સંરક્ષિત કરવામાં આવે છે. ત્યારબાદ તેના શરીરના અન્ય ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે. માંસ, કોસ્મેટીક, કપડા વગેરે માટે અલગ અલગ પ્રજાતિનો ઉછેર કરવામાં આવે છે. જો કે આ બાબત પર પ્રતિબંધ હોવા છતાં પણ આવું થાય છે. આ ઉપરાંત ઘણા દેશોમાં સ્નેક ટુરિઝમ પણ કરાવવામાં આવે છે જેમાં ટુરિસ્ટ ઝેરીલા સાપને નજીકથી જોવા આવે છે.