'ચતુર' ભારત આપણો વિશ્વાસ કરતું નથી : મેં વડાપ્રધાન મોદી સાથે વાત પણ કરી છે : નિકી હેલી

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
'ચતુર' ભારત આપણો વિશ્વાસ કરતું નથી : મેં વડાપ્રધાન મોદી સાથે વાત પણ કરી છે : નિકી હેલી 1 - image


- વર્તમાન વિશ્વ પરિસ્થિતિમાં અમેરિકા નેતૃત્વ આપી શકે તેમ, ભારત માનતું નથી તેથી તે રશિયા સાથે નિકટવર્તી બની રહ્યું છે

વૉશિંગ્ટન : રિપબ્લિકન પાર્ટીનાં પ્રમુખ પદ માટેનાં ઉમેદવાર તરીકે, પક્ષમાં ચૂંટાવાની આશા રાખતાં ભારત વંશીય નિકી હેલીએ આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત અમેરિકા સાથે ભાગીદારી જરૂર ઇચ્છે છે પરંતુ અત્યારે પરિસ્થિતિ તેવી ઉપસ્થિત થઇ છે કે ભારત હવે માનતું નથી કે અમેરિકા વિશ્વને નેતૃત્વ આપી શકશે, અને તેથી જ તે રશિયાનું નિકટવર્તી બની રહ્યું છે.

ફોક્સ બિઝનેસ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ૫૧ વર્ષીય આ તેજસ્વીનીએ કહ્યું હતું કે ભારત અમેરિકાને એક નિર્બળ રાષ્ટ્ર તરીકે માને છે.

તેઓએ કહ્યું : 'મેં ભારત સાથે પણ કામગીરી કરી છે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાતચીત કરી છે. ભારત આપણું ભાગીદાર થવા માગે જ છે પરંતુ રશિયા સાથે ભાગીદારી નહીં જ કરે. પરંતુ મુશ્કેલી ત્યાં છે કે ભારતને આપણો વિશ્વાસ નથી રહ્યો. અત્યારે તો આપણે નિર્બળ છીએ જ. ભારત હંમેશાં ચતુરાઈ ભરી રમત રમે છે, અને રશિયા સાથે ગાઢ સંબંધો રાખે છે. કારણ કે ત્યાંથી તો તેઓ વિશાળ પ્રમાણમાં શસ્ત્રાસ્ત્રો ખરીદે છે.

હેલીએ પોતાનો આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, આપણે ક્યારે આપણી નિર્બળતા ફગાવી શકીશું ? ક્યારે આપણે (શહામૃગની જેમ) રેતીમાં માથું છૂપાવવાનું બંધ કરીશું ? વાસ્તવમાં આપણા તે તમામ મિત્રો ભારત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયલ, જાપાન, અને દક્ષિણ કોરિયા બધા જ તેમ ઇચ્છે છે 'ભારત ચીન ઉપર ઓછો આધાર રાખવા માગે છે, તેથી તેને સહાયભૂત થવા ૧ અબજ ડોલરની અમેરિકાએ તેને, સહાય કરવી જ રહી. જેથી તેને ચીન પર ઓછો આધાર રાખવો પડે.

આ સાથે આ મેઘાવીની મહિલાએ કહ્યું હતું કે આર્થિક ક્ષેત્રે ચીન સારો દેખાવ કરી શક્યું નથી. તેમ છતાં તે અમેરિકા સામે યુદ્ધ કરવા માગે છે. તેની નાણાંકીય સ્થિતિ પણ સારી નથી. તમે જોઈ શકો છો કે તેવી સરકાર વધુને વધુ અંકુશો લાદતી જ જાય છે. તેઓ વર્ષોથી અમારી સામે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યા છે.'


Google NewsGoogle News