મેક્સિકોમાં પાર્ટી પર હુમલામાં છનાં મોત, 26 ઇજાગ્રસ્ત
- ત્રણ બંદૂકધારીઓએ ધમધમાટી બોલાવી
- પોલીસે ગેંગવોરની સંભાવના વ્યક્ત કરી : હુમલો કરનારા ભાગી ગયા
મેક્સિકો : ઉત્તરી મેક્સિકોમાં પાર્ટી પર ત્રણ બંદૂકધારીઓએ કરેલા હુમલામાં છના મોત થયા છે અને ૨૬ ઇજા પામ્યા છે. મૃત્યુ પામેલામાં બે ૧૮થી ઓછી વયના હતા અન ઇજાગ્રસ્તોમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે.
બોર્ડર સ્ટેટ સોનોરાના સીઉડેડ ઓબ્રેગોનમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલાઓમાં ચારની હાલત ગંભીર છે. જ્યારે અન્ય ૧૩ની સારવાર કરીને તેમને રજા આપવામાં આવી છે.
હત્યા અને અન્ય આરોપોમાં વોન્ટેડ શંકાસ્પદ કાર્ટેલના ગુનેગાર સભ્યોએ આ ગોળીબાર કરતાં આ ઘટના બની હતી. કાર્ટેલના શંકાસ્પદ સભ્યએ ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પણ માર્યો ગયો હતો. આ હુમલા પાછળ મેક્સિકોની ગેંગવોરની સંભાવના પણ પોલીસ નકારતી નથી.
ત્રણ હુમલાખોરો પાર્ટીમાં ત્રાટક્યા હતા તો ચોથો હુમલાખોર પાર્ટીની બહાર રાહ જોતો હતો, એમ પોલીસે તેના નિવેદનમાં જણાવ્યું હતું. હુમલાખોરો ભાગવામાં સફળ રહ્યા હતા.