સિંગરે પાતળું દેખાવા માટે કરાવી લિપોસક્શન સર્જરી, બાદમાં થયું મોત
નવી દિલ્હી,તા. 31 જાન્યુઆરી 2024, બુધવાર
બોડીને ફિટ અને હેલ્ધી રાખવી દરેક વ્યક્તિનું સપનું હોય છે. ઘણા લોકો ડાયટિંગ કરીને તેમજ જીમમાં જઇને અથવા યોગ કે કસરત કરીને પોતાના શરીરને યોગ્ય શેપમાં રાખવાનું પસંદ કરે છે.
માર્કેટમાં બોડીને શેપમાં લાવવા માટે આજે ઘણા પ્રકારની ટેકનોલોજી અને પદ્ધતિઓ આવી ગઇ છે. આમાંની એક લિપોસક્શન સર્જરી છે. પાતળા થવાની ધેલછામાં બ્રાઝિલની પ્રખ્યાત સિંગર દાની લીએ જીવ ગુમાવ્યો છે. સિંગલના મોતથી ચાહકોને આઘાત લાગ્યો છે.
બ્રાઝિલની પ્રખ્યાત ગાયક દાની લી (Dani li) નું લિપોસક્શન સર્જરી બાદ 42 વર્ષની વયે અવસાન થયું છે. દાની લીએ થોડા સમય પહેલા લિપોસક્શન સર્જરી કરાવી હતી, જેના પછી તેને તકલીફો થવા લાગી હતી. તકલીફ વધી જતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડી હતી, જે બાદ દાની લીનું મૃત્યુ થયું હતું. લિપોસક્શન સર્જરી પીડાજનક અને જોખમ સર્જરી છે. મળતા અહેવાલો અનુસાર, તેમનું નિધન લિપોસક્શન સર્જરીને કારણે થયું હતું. તેના મૃત્યુ પહેલા, દાની લી બીજી સર્જરી કરાવવાનું વિચારી રહી હતી.
લિપોસક્શન સર્જરી શું છે?
લિપોસક્શન સર્જરીની વાત કરીએ તો, સ્થૂળતા ઘટાડવાની આ એક ટેકનિક છે. લિપોસક્શન સર્જરી એ બોડીને શેપમાં લાવવાની એક યુનિટ ટેકનિક છે. સર્જરી દરમિયાન, શરીરના મુખ્ય અંગોમાંથી વધારાની ચરબી દૂર કરવામાં આવે છે. ચહેરા, કમર, છાતી, ગરદન, હિપ્સ અને ચિન જેવા ભાગોમાંથી વધારાની ચરબી દૂર કરીને સ્લિમ લુક આપવામાં આવે છે.
આ સર્જરીની પ્રક્રિયા શું છે?
લિપોસક્શન સર્જરીના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા તમને અમુક દવાઓ જેવી કે વજન ઘટાડવાની દવાઓ, નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવાઓ, હર્બલ દવાઓ બંધ કરવાની સલાહ આપવામાં આવશે.
સર્જરી શરૂ કરતા પહેલા, સર્જન દર્દીને એનેસ્થેસિયા આપતા પહેલા કેટલાક બ્લડ ટેસ્ટ કરાવે છે. જેના કારણે આ સર્જરી દરમિયાન દર્દીને કોઈ પણ પ્રકારની પીડા કે, અન્ય કોઈ સમસ્યા થતી નથી.
સર્જન પછી સર્જરીના સ્થળે એક નાનો કટ કરે છે. તેના દ્વારા કેન્યુલા ટ્યુબ દાખલ કરવામાં આવે છે. કેન્યુલા એ એક પાતળી નળી છે જે શરીરની નસમાં દાખલ કરવામાં આવે છે જેથી જરૂરી પ્રવાહી દૂર કરી શકાય (નમૂના તરીકે) અથવા ઉમેરી શકાય.
તેને સામાન્ય રીતે ઇન્ટ્રાવેનસ કેન્યુલા કહેવામાં આવે છે. કેન્યુલા ત્યાં હાજર વધારાની ચરબીને ઢીલી કરે છે અને પછી સર્જિકલ વેક્યૂમ અથવા સિરીંજની મદદથી શરીરમાંથી ચરબી દૂર કરવામાં આવે છે. સામાન્ય રીતે, આ સર્જરી પૂર્ણ થવામાં અડધાથી એક કલાકનો સમય લાગે છે, પરંતુ જો વધારે ચરબી હોય તો આ પ્રોસેસમાં ફેરફાર થઈ શકે છે.
આ અગાઉ પણ અન્ય એક બ્રાઝિલિયન મોડલ લુઆના એન્ડ્રેડની સર્જરી દરમિયાન અચાનક તબિયત બગડવા લાગી, પહેલા તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી અને ત્યાર પછી 4 વખત હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું.