સિંગાપોર એમ્બેસીના નકલી નંબરવાળી કાર દિલ્હીમાં ફરતી દેખાઈ, વિદેશ મંત્રાલય-પોલીસ એલર્ટ મોડમાં

સિંગાપુરના હાઈ કમિશનર ટ્વીટ કરી આપી માહિતી

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
સિંગાપોર એમ્બેસીના નકલી નંબરવાળી કાર દિલ્હીમાં ફરતી દેખાઈ, વિદેશ મંત્રાલય-પોલીસ એલર્ટ મોડમાં 1 - image


Singapore High Commission Alert : ભારતમાં સ્થિત સિંગાપુર હાઈ કમીશને એક નકલી નંબર પ્લેટ વાળી કારને લઈ એલર્ટ જાહેર કર્યું છે. કમિશને 63 CD નંબર પ્લેટને ફેક દર્શાવતા કહ્યું કે- આ અમારી કાર નથી. સાઈમન વોન્ગ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં રેનોની સિલ્વર રંગની ક્વિડ કાર દેખાઈ રહી છે.

સિંગાપુરના હાઈ કમિશનર ટ્વીટ કરી આપી માહિતી

સિંગાપુરના હાઈ કમિશનર સાઈમન વોન્ગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા લખ્યું કે, એલર્ટ! 63 CD નંબર પ્લેટ વાળી કારએ ફેક છે. અમે ભારતીય વિદેશ મંત્રાલય અને પોલીસને આ અંગે એલર્ટ કરી દીધા છે. જ્યારે પણ આ કારને દેખાઈ ત્યારે સાવધાન થઇ જજો. ખાસ કરીને IGI (ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ)ની નજીકના વિસ્તારમાં કાર જુઓ તો ખાસ સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી હતી.


Google NewsGoogle News