VIDEO : સિંગાપોરમાં 100 કિલોનો બોમ્બ મળ્યો, બીજા વિશ્વયુદ્ધનો હોવાનો ખુલાસો, ‘જો ફુટ્યો હોત તો...’

બીજા વિશ્વ યુદ્ધ સમયના સૌથી મોટા વિસ્ફોટકોમાંનું એક મનાય છે

નિષ્ક્રિય કર્યા તે પહેલા ચાર હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
VIDEO : સિંગાપોરમાં 100 કિલોનો બોમ્બ મળ્યો, બીજા વિશ્વયુદ્ધનો હોવાનો ખુલાસો, ‘જો ફુટ્યો હોત તો...’ 1 - image


Singapore unexploded WWII bomb : બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ઘણા શસ્ત્રોના આપણને પૂરવા મળ્યા છે. એવામાં સૌથી ખતરનાક કહી શકાય એવો એક 100 કિલોનો બોમ્બ 2016માં સિંગાપુર ખાતેથી મળી આવ્યો હતો. જેને તાજેતરમાં સિંગાપોરની બોમ્બ ડિસ્પોઝલ (Bomb Disposal Experts) ટીમે નિષ્ક્રિય કર્યો છે. એક અહેવાલ અનુસાર, બોમ્બ ડિસ્પોઝલ ટીમ બોમ્બને ડિફ્યુઝ  કરે તે પહેલા લગભગ ચાર હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ જ આ100 કિલો વજનના બોમ્બને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરાયો હતો.

સૌથી મોટા વિસ્ફોટકોમાંનું એક મનાય છે 

સિંગાપોર સેનાએ બોમ્બને નિષ્ક્રિય કરવાનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં બોમ્બને કેવી રીતે નિષ્ક્રિય થાય છે તે સંપૂર્ણ ઘટના જોય શકાય છે. આ વિસ્ફોટ થતા તેના પડઘા દૂર સુધી સંભળાયા હતા. 100 કિલો વજન ધરાવતું, તે સિંગાપોર શહેરમાં શોધાયેલ યુદ્ધ સમયના સૌથી મોટા વિસ્ફોટકોમાંનું એક માનવામાં આવે છે.

ઘરો ખાલી કરાવવામાં આવ્યા

બોમ્બને નિષ્ક્રિય કરાયા પહેલા સુરક્ષા અંગે તમામ તાગ મેળવામાં આવી હતી. પહેલેથી આ સ્થળની નજીકમાં રહેતા લોકોને તેમના ઘર ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, બોમ્બને નિષ્ક્રિય કર્યા બાદ ત્યાં રહેતા લોકોને પરત જવા દેવામાં આવ્યા હતા.

2016માં 100 કિલોનો આ બોમ્બ મળી આવ્યો હતો

એક અહેવાલમાં પ્રકાશિત થયા અનુસાર, સિંગાપુર ખાતેથી 2016માં આ 100 કિલોનો બોમ્બ પણ મળ્યો હતો, જે બીજા વિશ્વ યુદ્ધના સમયનો હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1942 થી 1945 સુધી સિંગાપોર પર જાપાનીઓનો કબજો હતો. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News