PM ટ્રૂડોની ભૂલના કારણે હિન્દુઓ પર વધ્યો ખતરો,આતંકી સંગઠને આપી તાત્કાલિક કેનેડા છોડવાની ધમકી

જસ્ટિન ટુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી છે

ભારતે વળતો જવાબ વળતો જવાબ આપીને નિવેદનોને વાહિયાત ગણાવ્યા હતા

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
PM ટ્રૂડોની ભૂલના કારણે હિન્દુઓ પર વધ્યો ખતરો,આતંકી સંગઠને આપી તાત્કાલિક કેનેડા છોડવાની ધમકી 1 - image


ભારત અને કેનેડા વચ્ચે હરદિપસિંહ નિજ્જરની હત્યાને લઈને સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે ત્યારે હવે PM ટ્રૂડોની ભૂલના કારણે હિન્દુઓ પર ખતરો વધ્યો છે જેમાં આતંકી સંગઠને ભારતીયોને તાત્કાલિક કેનેડા છોડવાની ધમકી આપી છે. 

ભારત-કેનેડા વચ્ચે સતત વિવાદ વધી રહ્યો છે

ભારત અને કેનેડા વચ્ચે હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે ખાલિસ્તાન સંગઠન શીખ ફોર જસ્ટિને ભારતીય મૂળના હિંદુઓને તાત્કાલિક કેનેડા છોડવા કહ્યું છે. તેમણે ભારતે સમર્થન આપવા તેમજ નિજ્જરની હત્યાની ઉજવણી કરવા બદલ ભારતીયોને ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષ 2019થી ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

કેનેડાના PMએ ભારત પર આરોપ લગાવ્યો હતો

ભારતમાં આતંકવાદી જાહેર કરાયેલા ગુરપતવંત પન્નુએ વીડિયો જાહેર કરીને ધમકી આપતા કહ્યું હતું કે ઈન્ડો-હિન્દુઓ કેનેડા છોડો, ભારત જતા રહો. તેમણે વધુમાં કહ્યું હતું કે જે લોકો ફક્ત ભારતને સમર્થન જ નહીં પરંતુ ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપી રહ્યા છે તેઓએ તાત્કાલિક ધોરણે કોનેડા છોડી દેવું જોઈએ. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટુડો અને ભારત સરકાર વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. આ પહેલા ટુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી છે આ પછી ભારતે પર વળતો જવાબ આપ્યો અને તમામ નિવેદનોને વાહિયાત ગણાવ્યા હતા. 

કેનેડામાં હિન્દુ ફોબિયા વધી રહ્યો છે 

આ વીડિયો વાયરલ થયા બાદ કેનેડામાં રહેતા હિન્દુ સંગઠનના પ્રવક્તા વિજય જૈનનું કહેવું છે કે કેનેડામાં પણ ધીમે-ધીમે હિન્દુ ફોબિયા વધી રહ્યો છે. આ સતત જોવા મળી રહ્યું છે તેમણે વધુમાં કહ્યું હતું કે જો આમને આમ ચાલશે તો વર્ષ 1985 જેવી સ્થિતિ સર્જાઈ શકે છે જ્યારે કેનેડામાં ડરનો માહોલ બની ગયો હતો. 


Google NewsGoogle News