Get The App

આપણા આ પાડોશી દેશમાં પણ છે રામ મંદિર, જ્યાં ભગવાન રામ વનવાસ વખતે રોકાયા હતા

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
આપણા આ પાડોશી દેશમાં પણ છે રામ મંદિર, જ્યાં ભગવાન રામ વનવાસ વખતે રોકાયા હતા 1 - image


નવી દિલ્હી,તા. 22 જાન્યુઆરી 2024, સોમવાર

આજે એટલે કે, 22 જાન્યુઆરી હિન્દુ ધર્મ માટે એક મોટો દિવસ છે. આજે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે. આ સમયે સમગ્ર ભારત રામમય બની ગયું છે. અયોધ્યા એક એવા શહેરમાં ફેરવાઈ ગઈ છે જે દરેક ખૂણામાં ભગવાન રામના જીવનને પ્રતિબિંબિત કરે છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટનની વચ્ચે પાકિસ્તાનમાં પણ રામ મંદિરની ચર્ચા ચાલી રહી છે.

હિન્દુ ધર્મના મૂળ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ફેલાયેલા છે. સનાતન ધર્મમાં માનતા હિન્દુઓ પણ ત્યાં રહે છે. તેઓ પણ શ્રી રામ મંદિર ખોલવા માટે ઉત્સાહિત છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની માર્ગલ્લા હિલ્સમાં આવેલું આ 16મી સદીનું મંદિર રામ મંદિર અને રામ કુંડ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરનું હિન્દુ માન્યતાઓમાં ઘણું મહત્વ છે. પરંતૂ આ મંદિરનો પણ પોતાનો એક અલગ ઇતિહાસ છે. આ મંદિર ઘણું જૂનું છે. જો કે, હિંદુઓને અહીં પૂજા કરવાની મંજૂરી નથી અને મૂર્તિઓ હટાવી દેવામાં આવી છે.

રામ કુંડ

પાકિસ્તાનના સાદીપુરમાં રામ મંદિરનું હેરિટેજ માળખું હજુ પણ અસ્તિત્વમાં છે. આજકાલ તે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. રામ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. ઈસ્લામાબાદમાં હિમાલયની તળેટીમાં આવેલું આ નાનકડું 16મી સદીનું મંદિર હિન્દુ ભગવાન રામના મંદિર તરીકે બનાવવામાં આવ્યું હતું.

એક માન્યતા પ્રમાણે કહેવાય છે કે, ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન 14 દિવસ સુધી લક્ષ્મણ અને માતા સીતા સાથે અહીં રોકાયા હતા. જે સમય દરમિયાન શ્રી રામ ભગવાને આ મંદિર સાથે જોડાયેલા તળાવનું પાણી પીધું હતું. જેના કારણે આ તળાવનું મહત્વ આપોઆપ વધી જાય છે. આ તળાવને રામ કુંડ કહેવામાં આવે છે.

ભાગલા પછી મંજૂરી નથી

પાકિસ્તાનના સાદીપુરમાં રામ મંદિરનું નિર્માણ લાલ ઈંટોથી કરવામાં આવ્યું છે. આ સાદગીથી બનેલું મંદિર છે. આ એક માળનું મંદિર છે. તેમાં એક લંબચોરસ આંગણું છે જેમાં મધ્યમાં એક ઊંચું મંચ છે, જ્યાં રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ મૂકવામાં આવી હતી. 1893ના સત્તાવાર રેકોર્ડ મુજબ, ભગવાન રામના જીવનની યાદમાં સ્થળની નજીકના તળાવ પર વાર્ષિક મેળાનું આયોજન કરવામાં આવતું હતું. દૂર-દૂરથી હિંદુઓ મંદિરમાં પૂજા માટે આવતા હતા અને સદીઓથી બાજુની ધર્મશાળામાં રહેતા હતા. પરંતુ 1947 થી, ભાગલા પછી, હિંદુઓને પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા મંદિર અને તે જે સંકુલમાં આવેલું છે ત્યાં પૂજા કરવાની મંજૂરી આપી નથી.


Google NewsGoogle News