'શું ભારત રાહ જોતું રહે, 25 વર્ષ તો વીતી ગયા...', યુનાઈટેડ નેશન્સમાં રુચિરા કમ્બોજે ચોપડાવી દીધી

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
'શું ભારત રાહ જોતું રહે, 25 વર્ષ તો વીતી ગયા...', યુનાઈટેડ નેશન્સમાં રુચિરા કમ્બોજે ચોપડાવી દીધી 1 - image


Image Source: Twitter

વોશિંગ્ટન, તા. 10 માર્ચ 2024 રવિવાર

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે ન્યૂયોર્કમાં 78માં સેશનની અનૌપચારિક બેઠકમાં રજૂઆત કરતા કહ્યું છે કે, ‘સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં જરૂરી સુધારાની તાત્કાલિક જરૂર છે. આ સુધારા પર એક દાયકા કરતા વધુ સમયથી ચર્ચા ચાલી રહી છે પરંતુ પરિણામ આવતુ નથી. લગભગ 25 વર્ષ વીતી ચૂક્યા છે. દુનિયા અને આપણી આગામી પેઢીઓ હવે વધુ રાહ જોઈ શકતી નથી. તેમણે હજુ કેટલી રાહ જોવી પડશે.’ 

યુવાન અને ભાવિ પેઢીઓના અવાજ પર ધ્યાન આપો

રુચિરા કંબોજે કહ્યું કે આપણે આફ્રિકા સહિત યુવાન અને ભાવિ પેઢીઓના અવાજ પર ધ્યાન આપીને સુધારાને આગળ વધારવો જોઈએ જ્યાં ઐતિહાસિક અન્યાયમાં સુધારો કરવાની માંગ વધુ મજબૂત થઈ રહી છે. આવું નહીં થાય તો આપણે પરિષદને અનામી અને અપ્રસ્તુતતા થવાના માર્ગ પર મોકલી દઈશુ. ભારત વધુ સમાવિષ્ટ અભિગમ અપનાવવાનો પ્રસ્તાવ આપે છે. જેમાં અમારું સૂચન છે કે, યુએનએસીના વિસ્તારને માત્ર બિન-સ્થાયી સભ્યો સુધી મર્યાદિત કરવાથી તેના બંધારણમાં અસમાનતા વધવાનો ભય રહેશે. અમે પરિષદની કાયદેસરતા માટે તેના માળખામાં પ્રતિનિધિઓ અને સમાન ભાગીદારીની જરૂર પર ભાર મૂકીએ છીએ.   

કંબોજે વીટો પાવર અંગે કહી આ વાત

રુચિરા કંબોજે એ વાત પર પણ ભાર મૂક્યો કે, વીટો પાવરે કાઉન્સિલની સુધારા પ્રક્રિયામાં અવરોધ ના બનવો જોઈએ. તેમણે રચનાત્મક વાતચીત માટે મુદ્દા પર નરમ વલણનું આહ્વાન પણ કર્યું અને કહ્યું કે નવા સ્થાયી સભ્યોને સમીક્ષા દરમિયાન નિર્ણય થવા સુધી વીટોનો ઉપયોગ નહીં કરવો જોઈએ.  

બ્રાઝિલ, જાપાન અને જર્મનીએ ભારતના આહ્વાનને પુનરાવર્તિત કર્યું

ભારતના G4 સહયોગીઓ- બ્રાઝિલ, જાપાન અને જર્મનીએ 193 સભ્ય દેશોના વિચારોની વિવિધતા અને બહુમતીના મહત્ત્વ પર જોર આપતા નોન પરમેનન્ટ કેટેગરીમાં વધુ પ્રતિનિધિત્વ માટે ભારતના આહ્વાનને પુનરાવર્તિત કર્યુ. રૂચિરા કંબોજે તે ખાસ જૂથો કે દેશોની ઓળખ કરવાની સલાહ આપી જે સુધારા પ્રક્રિયામાં વિશેષ ધ્યાન આપવા અને તેમનો અવાજ ધ્યાનથી સાંભળવાલાયક છે. 

બ્રિટને ભારતના સૂચનોનું સમર્થન કર્યું

યુનાઈટેડ કિંગડમ, જે પરિષદનો સ્થાયી સભ્ય છે. તેણે પણ ટ્વિટ કરીને ભારતના સુધારા સૂચનનું સમર્થન કર્યુ છે. બ્રિટને ટ્વિટ કરી છે કે, ‘સુરક્ષા પરિષદને આજની દુનિયાના વધુ પ્રતિનિધિ હોવા જોઈએ. અમે તેના વિસ્તારનું સમર્થન કરીએ છીએ અને એક વધુ વિવિધ, પ્રભાવી પરિષદ જોવા માંગીએ છીએ. G4 દેશ બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાનની પાસે સ્થાયી બેઠકો હોવી જોઈએ અને તેમના માટે સ્થાયી પ્રતિનિધિત્વ હોવું જોઈએ.’


Google NewsGoogle News