પાકિસ્તાનમાં વધુ એક સંકટ, લેમિનેશન પેપરની અછત સર્જાતા પાસપોર્ટ છપાવાનું બંધ, વિદેશ જનારાઓમાં રોષ

4000 પાસપોર્ટ બનાવતું પાકિસ્તાન હવે માત્ર 13 જેટલા જ પાસપોર્ટ બનાવવા મજબુર

પાકિસ્તાનમાં આયાત કરાતા લેમિનેશન પેપરની અછત બાદ પાસપોર્ટની કામગીરી મહદઅંશે બંધ

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનમાં વધુ એક સંકટ, લેમિનેશન પેપરની અછત સર્જાતા પાસપોર્ટ છપાવાનું બંધ, વિદેશ જનારાઓમાં રોષ 1 - image

ઈસ્લામાબાદ, તા.10 નવેમ્બર-2023, શુક્રવાર

પાકિસ્તાની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે વધુ કફોડી બની રહી છે. અહીં રોજબરોજ નવી નવી બાબતો સામે આવતી રહે છે. હવે પાકિસ્તાનમાં  લેમિનેશન પેપરની ભારે અછત સર્જાઈ છે, જેનો ઉપયોગ પાકિસ્તાની પાસપોર્ટ (Pakistan Passport)માં કરવામાં આવે છે. સામાન્યરીતે પાકિસ્તાન આ પેપરો ફ્રાન્સમાંથી આયાત કરે છે. આ લેમિનેશન પેપરોની અછતના કારણે પાકિસ્તાનમાં પાસપોર્ટ છપાવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. એક દિવસમાં 4000 પાસપોર્ટ બનાવતું પાકિસ્તાન હવે માત્ર 13 જેટલા જ પાસપોર્ટ બનાવવા મજબુર બન્યું છે.

પાકિસ્તાનમાં પાસપોર્ટ છાપવાની કામગીરી મહદઅંશે બંધ

મીડિયા રિપોર્ટના દાવા મુજબ, પાકિસ્તાનમાં પાસપોર્ટ છાપવાની કામગીરી મહદઅંશે બંધ હાલતામાં છે, જેના કારણે વિદેશમાં જનારા લોકો રોષે ભરાયા છે. પેશાવર પાસપોર્ટ કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાનમાં અગાઉ દૈનિક 3000થી 4000 પાસપોર્ટ બનતા હતા, જોકે હવે આ આંકડો માત્ર 12થી 13 પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે, પાસપોર્ટ માટે લોકોએ ઘણા મહિનાઓ સુધી રાહ જોવી પડી રહી છે.

પાસપોર્ટની કામગીરી માટે દૈનિક 25000 અરજી મળતી હોવાનો દાવો

જોકે પાકિસ્તાન ઓબ્જર્વર પોર્ટલે ગૃહ મંત્રાલયને ટાંકીને જણાવ્યું કે, પાકિસ્તાને લેમિનેશન પેપરનો ઓર્ડર આપી દીધો છે અને એક સપ્તાહમાં પાકિસ્તાનને ઓર્ડર મળી જશે. તેમાં એમ પણ જણાવાયું છે કે, વિભાગીય કાર્યલયોને નવા પાસપોર્ટની કામગીરી માટે દૈનિક 25000ની આસપાસ અરજીઓ મળી રહી છે, જોકે દેશમાં લેમિનેશન પેપરોની અછતના કારણે કામગીરીનો ભરાવો થઈ ગયો છે.

સ્થિતિ ટુંક સમયમાં નિયંત્રણમાં આવી જશે : ગૃહમંત્રાલય

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઇમિગ્રેશન એન્ડ પાસપોર્ટ (DGI&P) દ્વારા કામગીરીમાં અસમર્થતા અંગે ગૃહમંત્રાલયના મહાનિર્દેશક કાદિર યાર તિવાનાએ કહ્યું કે, સરકાર પોતાનું કામ કરી રહી છે. સંકટને ડામવાના ઉકેલો શોધાઈ રહ્યા છ અને સ્થિતિ ટુંક સમયમાં નિયંત્રણમાં આવી જશે અને પાસપોર્ટ જારી કરવાની કામગીરી પણ સામાન્ય રીતે ચાલુ રહેશે.


Google NewsGoogle News