ચેક રિપબ્લિકમાં શૂટઆઉટ, દસના મોત, 30થી વધુને ઇજા

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
ચેક રિપબ્લિકમાં શૂટઆઉટ, દસના મોત, 30થી વધુને ઇજા 1 - image


- ગોળીબાર કરનાર પણ મૃત્યુ પામ્યો

- પોલીસ મૃત્યુ પામેલાઓની અને ગોળીબાર કરનારાની ઓળખ કરી શકી નથી 

પ્રાગ : ચેક ગણરાજ્યના પ્રાગના ડાઉનટાઉનમાં થયેલા શૂટઆઉટમાં દસના મોત થયા છે અને ૩૦થી વધુને ઇજા થઈ છે. આ રીતે ખુલ્લો ગોળીબાર કરનારી વ્યક્તિ પણ મૃત્યુ પામી હોવાનું ચેક પોલીસ અને શહેરની રેસ્ક્યુ સર્વિસે જણાવ્યું હતું. 

પોલીસે હજી સુધી આ શૂટઆઉટમાં માર્યા ગયેલા પીડિતોની વિગતો આપી નથી અથવા તો કયા સંજોગોમાં ચેક ગણરાજ્યની રાજધાનીમાં ગોળીબાર થયો તેની પણ વિગત આપી નથી. તેઓએ જણાવ્યું હતું કે જેન પેલેસ સ્કવેરમાં આવેલી સ્કૂલ ખાતે થયેલા શૂટિંગ પછી અધિકારીઓને ગોઠવી દેવાયા હતા.

ચોકમાં આવેલો ચાર્લ્સ યુનિવર્સિટીનો ફિલોસોફી વિભાગ ખાલી કરાવવામાં આવ્યો હોવાનું પ્રાગના મેચર બોઙુસ્લાવ સ્વોબોડાએ જણાવ્યું હતું. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ચોકને સીલ કરી દેવાયો છે. લોકોને નજીકની ગલીઓમાં જતાં રહેવાનું અને અંદર રહેવાનું કહેવાયું છે. ચેક ગૃહપ્રધાન વિટ રાકુસાને જણાવ્યું હતું કે ઘટનાસ્થળે બીજો કોઈ હુમલાખોર ન હતો, પરંતુ તેણે લોકોને પોલીસને સહકાર આપવા વિનંતી કરી હતી. પ્રાગની રેસ્ક્યુ સર્વિસે શૂટર સહિત ૧૧ના મોત થયા હોવાની અને ૩૦થી વધુને વિવિધ પ્રકારની ઇજા થઈ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમા નવ ગંભીર છે.

આ ઘટનાના પગલે વડાપ્રધાન પીટર ફિયાલાએ તેમની શેડયુલ્ડ ઇવેન્ટસ રદ કરી છે અને તે પ્રાગ આવવા રવાના થયા છે. રુડોલ્ફિનમ ગેલેરીના ડિરેક્ટર પાવેલ નેડોમાએ જણાવ્યું હતું કે તેમણે બારીમાંથી એક વ્યક્તિને બ્રિજ પર ગોળીઓ છોડતો હતો.


Google NewsGoogle News