મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબારમાં 11 લોકોનાં મોત, નશાનો વેપાર અને દાણચોરી કરતાં જૂથો બાખડ્યાં
Maxico Firing News | દક્ષિણ મેક્સિકો રાજ્યના ચિયાપાસના ચિકોમુસેલો શહેરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી હતી. આ હુમલામાં 11 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ ક્ષેત્ર પ્રવાસીઓ અને નશીલી દવાઓની દાણચોરી માટે જાણીતો છે.
ડ્રગ કાર્ટેલ વચ્ચે અથડામણ
તાજેતરના મહિલામાં કાર્ટેલ ટર્ફ સંઘર્ષને કારણે આ ક્ષેત્ર ભારે પ્રભાવિત થયું છે. ખરેખર મોરેલિયાની ટાઉનશિપ તથા બાહ્ય વસતી ગ્વાટેમાલા સાથે મેક્સિકોની સરહદ નજીક એક ઓછી વસતી ધરાવતો ક્ષેત્ર છે. સોમવારે પણ આ ક્ષેત્રમાં ડ્રગ કાર્ટેલ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી.
હિંસાને લીધે અનેક લોકો વિસ્થાપિત
ચિયાપાસ નજીક સરહદી વિસ્તારોમાં હિંસા વધતી જઈ રહી છે કેમ કે હરિફ સિનાલોઆ અને જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ ક્ષેત્ર માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ કારણે હજારો લોકો વિસ્થાપિત થઇ ચૂક્યા છે કેમ કે કાર્ટેલ પ્રવાસી, નશીલી દવાઓ અને હથિયારોની તસ્કરીના માર્ગોને નિયંત્રિત કરવા અને સ્થાનિક લોકોને બળજબરીથી ભરતી કરવા માટે કામ કરે છે.