અમેરિકાની કોલેજમાં ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 1 વિદ્યાર્થીનું મોત, 6 ઈજાગ્રસ્ત
US Shooting : અમેરિકાના ઉત્તરી કૈરોલિના સ્થિત કોલેજમાં એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તો બીજી તરફ અન્ય 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઘટના બાદ કોલેજમાં ખળભળાટ મચી ગયો હતો અને કોલેજો થોડા દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.
આ ઘટના એલિઝાબેથ સિટીની યુનિવર્સિટીની છે. અહીં યાર્ડ ફેસ્ટ દરમિયાન અચાનક ગોળીબારી શરૂ થઇ. આ ઘટના બાદ યૂનિવર્સિટીમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
જોકે નૉર્થ કૈરોલિના યૂનિવર્સિટીના પરિસરમાં યાર્ડ ફેસ્ટ ચાલી રહ્યો હતો. બ્લેક યૂનિવર્સિટીમાં આયોજિત આ ફેસ્ટ અઠવાડિયા સુધી ચાલે છે. જોકે ફેસ્ટના અંતિમ દિવસે અહીં ગોળીબારીની ઘટના જોવા મળી હતી. આ ગોળીબારીમાં એક 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.
1નું મોત 6 ઇજાગ્રસ્ત
મૃતક યૂનિવર્સિટીના વિદ્યાર્થી ન હતો. હજુ સુધી તેની ઓળખ જાહેર થઇ નથી. પોલીસે મૃતકના પરિવારને જાણ કરી છે. ગોળીબારીથી 3 વિદ્યાર્થી સહિત 4 લોકો પણ ઘાયલ થયા છે. આ દરમિયાન નાસભાગમાં 2 અન્ય વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે.
યૂનિવર્સિટીએ શું કહ્યું?
તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. કોઇને જીવનું જોખમ નથી. આ અમાનવીય ઘટનાથી અમે એકદમ દુખી છીએ. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પેટ્રોલિંગ વધાર્યું
ઘટનાના થોડા સમય બાદ યૂનિવર્સિટીએ લોકડાઉન હટાવીને પરિસરમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને મુખ્ય પરિસર હજુ બંધ છે. વર્જીનિયાથી 80 કિલોમીટર દૂર સ્થિત આવેલી આ યુનિવર્સિટીમાં 2,300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.