Get The App

માલદીવ પ્રમુખ મુઈજ્જુને મોટો ફટકો, માલેના મેયરની ચૂંટણીમાં ભારત તરફી ઉમેદવારનો પ્રચંડ વિજય

MDP ઉમેદવાર એડમ અઝીમ માલેના નવા મેયર તરીકે ચૂંટાયા

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
માલદીવ પ્રમુખ મુઈજ્જુને મોટો ફટકો, માલેના મેયરની ચૂંટણીમાં ભારત તરફી ઉમેદવારનો પ્રચંડ વિજય 1 - image


Maldives News | માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને માલેના મેયરની ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારત તરફી વિપક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) એ શનિવારે રાજધાની માલેમાં મેયરની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી હતી.

મોટા માર્જિનથી વિજય 

MDP ઉમેદવાર એડમ અઝીમ માલેના નવા મેયર તરીકે ચૂંટાયા હતા. આ પદ અગાઉ મુઇજ્જુ પાસે હતું અને તેમણે ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. માલદીવના મીડિયાએ અઝીમની જીતને વિશાળ માર્જિનથી મેળવેલી જીત ગણાવી હતી.

શરૂઆતના વલણોમાં ફાયદો

MDPનું નેતૃત્વ ભારત તરફી પૂર્વ પ્રમુખ મોહમ્મદ સોલેહ કરી રહ્યા છે, જેઓ ચીન તરફી મુઇજ્જુ સામે રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હતા. અહેવાલ મુજબ 41 બોક્સની ગણતરી બાદ અઝીમે 5,303 વોટ સાથે જોરદાર લીડ મેળવી હતી.

અઝીમા શકુરને 3,301 વોટ મળ્યા 

જ્યારે હરીફ મુઈજ્જુની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)ના આશથ અઝીમા શકુરને 3,301 જ વોટ મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મુઇજ્જુ સરકારના ત્રણ મંત્રીઓ દ્વારા વાંધાજનક ટિપ્પણીઓ બાદ આ મેયરની ચૂંટણી યોજાઈ હતી. જેના કારણે માલદીવ અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો થયો હતો.

માલદીવ પ્રમુખ મુઈજ્જુને મોટો ફટકો, માલેના મેયરની ચૂંટણીમાં ભારત તરફી ઉમેદવારનો પ્રચંડ વિજય 2 - image


Google NewsGoogle News