Get The App

બાંગ્લાદેશમાં બેન્ક નોટ પર હવે શેખ મુજિબની તસ્વીર નહીં રહે : શેખ હસીનાનાં ભાષણો પણ પ્રતિબંધિત

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં બેન્ક નોટ પર હવે શેખ મુજિબની તસ્વીર નહીં રહે : શેખ હસીનાનાં ભાષણો પણ પ્રતિબંધિત 1 - image


- હવે જુલાઈ 24માં થયેલા વિપ્લવ ની છાપ બેન્ક-નોટ પર છપાશે, ટંકશાળોમાં 20, 100, 500, 1000ની નવી નોટો છાપવાનું શરૂ

ઢાકા : બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલે ગુરૂવારે હુકમ કર્યો હતો કે, પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાનાં ધિક્કારભર્યા ભાષણ મુખ્ય મીડિયા પરથી દૂર કરવામાં આવે, તેમજ સોશ્યલ મીડિયા ઉપરથી પણ તેને ઇરેઝ કરી નાખવામાં આવે.

શેખ હસીનાએ ભારતમાં રાજ્યાશ્રય લીધા પછી પહેલી જ વાર આપેલાં ભાષણમાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને તેના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ ઉપર અને તેમની સરકાર બાંગ્લાદેશમાં લઘુમતિઓ ઉપર વરસાવેલા અને વરસાવામાં આવી રહેલા કાળા કેર ઉપર ઉગ્ર પ્રહારો કર્યા હતા તેથી તેઓનાં ભાષણો ઉપર પ્રતિબંધ મુકવા નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત તે સમયનાં પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરી બાંગ્લાદેશનું સર્જન કરનાર બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મુજીબ-ઉર્-રહેમાનની પણ બાંગ્લાદેશની ચલણી નોટો પર તેઓની તસવીર દૂર કરવા અને તેનાં સ્થાને નોટ ઉપર જુલાઈ, ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન થયેલાં રમખાણોને સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે દર્શાવતી તસ્વીરો છાપવાનો નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે દેશની ટંકશાળો ૨૦, ૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ની નવી નોટો છાપવાનું કામ શરૂ થઈ ગયું છે. બીજી નોટો ઉપર પણ તે વિપ્લવની તસવીરો છપાશે તેમ સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું.


Google NewsGoogle News