ફરી શેખ હસીનાની બાંગ્લાદેશમાં જ થશે વાપસી! આવામી લીગના નેતાઓએ ખાધી સોગંધ, પુત્રએ જુઓ શું કહ્યું

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
ફરી શેખ હસીનાની બાંગ્લાદેશમાં જ થશે વાપસી! આવામી લીગના નેતાઓએ ખાધી સોગંધ, પુત્રએ જુઓ શું કહ્યું 1 - image


Image: Facebook

Sheikh Hasina: બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા અને દેશ છોડીને જવાના બે દિવસ બાદ જ બાંગ્લાદેશમાં શેખ હસીનાની વાપસીના સમર્થનમાં અવાજો ઉઠવા લાગ્યા છે. આવામી લીગ અને તેના સહયોગી સંગઠનોના નેતાઓએ શેખ હસીનાને બાંગ્લાદેશ પાછા લાવવાની સોગંધ ખાધી છે. દેશમાં ઘણા સપ્તાહ સુધી ચાલેલા ભારે વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીનાએ ગયા સોમવારે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને જતાં રહ્યાં હતાં. તેઓ અત્યારે ભારતમાં સુરક્ષિત સ્થળ પર છે. બાંગ્લાદેશના ગોપાલગંજમાં આવામી લીગના નેતાઓએ કહ્યું કે શેખ હસીનાને સન્માનપૂર્વક બાંગ્લાદેશ પાછા લાવવા સુધી તેઓ શાંત બેસશે નહીં. 

આવામી લીગના કાર્યકર્તા બુધવારે ગોપાલગંજના તુંગીપારામાં સ્થિત બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના મકબરાની સામે એકઠા થયા અને પોતાના નેતાને પાછા લાવવાની સોગંધ ખાધી. આવામી લીગના ગોપાલગંજ જિલ્લાધ્યક્ષ મહેબૂબ અલી ખાને બપોરના સમયે શપથ ગ્રહણ સમારોહનું સંચાલન કર્યું. કાર્યક્રમમાં ગોપાલગંજ જિલ્લા આવામી લીગના મહાસચિવ જીએમ સાહેબ ઉદ્દીન આઝમે કહ્યું કે તેઓ રાજકીય લડત લડશે અને આંદોલન ત્યાં સુધી ચાલુ રાખશે, જ્યાં સુધી તેઓ શેખ હસીના અને તેમની બહેન શેખ રિહાનાને દેશમાં પાછા ન લાવી દે.

શેખ હસીનાની વાપસીના સંકેત

આ પહેલા તેઓ ગોપાલગંજ શહેરથી જુલૂસની સાથે તુંગીપારા મકબરા પર પહોંચ્યા. ત્યાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાને ફૂલ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી. આવામી લીગના નેતાઓએ આ સોગંધ એવા સમયે ખાધી છે જ્યારે શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે તેમની બાંગ્લાદેશની રાજકારણમાં વાપસીના સંકેત આપ્યા છે. એક વીડિયો મેસેજથી સજીબ વાજેદે કહ્યું કે 'મે કહ્યું હતું કે અમારો પરિવાર રાજકારણમાં વાપસી કરશે નહીં પરંતુ અમારા નેતાઓ અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે તો અમે ચૂપ બેસીશું નહીં.'

શેખ હસીના મૃત્યુ પામ્યા નથી

વાજેદે પાર્ટી નેતાઓને મજબૂતીથી ઊભા થવાની અપીલ કરતાં કહ્યું કે આવામી લીગ ખતમ થઈ નથી. આ સૌથી મોટી લોકતાંત્રિક રાજકીય પાર્ટી છે. અવામી લીગનો નાશ કરવો સરળ હશે નહીં. આવામી લીગ વિના નવું લોકતાંત્રિક બાંગ્લાદેશ બનાવવું શક્ય નથી. 'અમે તમારી સાથે છીએ. શેખ હસીના મર્યા નથી. અમે બંગબંધુનો પરિવાર છીએ. અમે ક્યાંય ગયા નથી. દેશ અને આવામી લીગને બચાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરીશું.' 'અત્યારે દેશની કમાન જે કોઈપણના હાથમાં છે, હું તેમને કહેવા માગું છું કે અમે પણ આતંકવાદ મુક્ત બાંગ્લાદેશ ઈચ્છીએ છીએ. આ માટે અમે ગમે તેની સાથે વાતચીત શરૂ કરવા માટે તૈયાર છીએ.'


Google NewsGoogle News