પૂર્વ પીએમ શેખ હસીના બીજા દેશમાં શરણ નહી લે, બાંગ્લાદેશ પાછા આવશે,
મા શેખ હસીનાનો કોઇ દેશમાં આશ્રય લેવાનો ઇરાદો નથી. પુત્રનો દાવો
માતાનો જીવ બચાવવા બદલ પુત્રએ ભારતનો આભાર માન્યો
નવી દિલ્હી,૯ ઓગસ્ટ,૨૦૨૪,શુક્રવાર
બાંગ્લાદેશના શેખ હસીના ભારતમાં રોકાયેલા છે. તેઓ યુરોપ કે મધ્ય એશિયાના કોઇ દેશમાં કાયમી શરણ લેશે એવી અટકળો વચ્ચે તેમના પુત્ર સજબ વાજિદ રોયએ માતા બાંગ્લાદેશ પાછી ફરશે એવી આશા વ્યકત કરી હતી. ભારતના એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુંમાં બાંગ્લાદેશના પૂર્વ પીએમના પુત્ર સજીબ વાજીદ રોયે જણાવ્યું છે કે માતા શેખ હસીનાનો કોઇ પણ દેશમાં આશ્રય લેવાનો કોઇ જ ઇરાદો નથી.
માતા થોડાક સમય માટે જ ભારતમાં છે. અંતરિમ સરકાર ચુંટણી જાહેર કરશે કે તરત જ માતા શેખ હસીના બાંગ્લાદેશ આવશે. માતાનો જીવ બચાવવા બદલ ભારતના વડાપ્રધાનનો આભાર માન્યો હતો. વાજીદે અખબારને એમ પણ જણાવ્યું છે કે પોતાની પાર્ટી અને કાર્યકર્તાઓ માટેલ બધુ જ કરવા તૈયાર છે. જરુર પડે રાજકારણમાં ઝંપલાવવું પડે તો પણ પાછી પાની કરશે નહી. માતાની અવામી લીંગ પાર્ટી ચુંટણીઓમાં ભાગ લેશે અને જીત પણ મેળવશે. બાંગ્લાદેશના સૌથી વધુ લોકોનું સમર્થન પણ ધરાવે છે.