શેખ હસીનાએ નથી આપ્યું રાજીનામું? પુત્રનો દાવો, હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે
Sajeeb Wazed on Mother Sheikh Hasina: ભારે હિંસા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભારતમાં શરણ લીધી છે.રાજીનામું આપવા માટે પૂરતો સમય ન આપ્યા હોવાના દાવા બાદ હવે બાંગ્લાદેશના PM શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદનું એક નિવેદન સામે આવ્યુ છે.
પુત્ર સાજીબે દાવો કર્યો છે કે, શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડતા પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યુ. આ અર્થમાં, સત્તાવાર રીતે તેઓ હજુ પણ વડાપ્રધાન છે. તેમણે કહ્યું કે, સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે,મારી માતાને રાજીનામું આપવાનો સમય નહોતો મળ્યો અને તાત્કાલિક ભારત આવવું પડ્યું. 5 ઓગસ્ટના રોજ અહેવાલ અનુસાર શેખ હસીનાએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભાગી ગયા છે.
વાજેદે કહ્યું કે બંધારણ મુજબ શેખ હસીના હજુ પણ વડાપ્રધાન છે. માતાએ જાહેર નિવેદન જારી કરવાની અને પછી રાજીનામું આપવાની યોજના બનાવી હતી પરંતુ, ત્યાર બાદ વિરોધીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. ત્યારે સમય બચ્યો ન હતો. માતાએ તેનો સામાન પણ બાંધ્યો ન હતો.
મહત્વનું છે કે, બાંગ્લાદેશમાં આરક્ષણ વિરુદ્ધ આંદોલને હિંસક અને રાજકીય-સાંપ્રદાયિક સ્વરૂપ લીધા બાદ શેખ હસીના ભારત ભાગી ગયા હતા. તેમના પુત્રએ પણ દાવો કર્યો છે કે, વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશ પરત જશે પરંતુ તે ક્યારે બાંગ્લાદેશ પરત ફરશે તે જણાવ્યુ નથી.
આ પણ વાંચો: પૂર્વ પીએમ શેખ હસીના બીજા દેશમાં શરણ નહી લે, બાંગ્લાદેશ પાછા આવશે