Get The App

શેખ હસીનાની પાર્ટીના કાર્યકરોની હાલત કફોડી, ઘરે જવા લાખો રૂપિયાની થઈ રહી છે વસૂલી

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
શેખ હસીનાની પાર્ટીના કાર્યકરોની હાલત કફોડી, ઘરે જવા લાખો રૂપિયાની થઈ રહી છે વસૂલી 1 - image


Bangladesh Update after Sheikh Hasina gone : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર દરમિયાન ઘમંડમાં ફરતા આવામી લીગના નેતાઓના દહાડા પૂરા થઈ રહ્યાં છે. ભારે વિરોધથી શેખ હસીનાની સરકાર પડ્યા તેના પણ બે મહિના પૂરા થશે, પરંતુ તેમની પાર્ટી આવામી લીગના નેતાની હાલત હજુ સુધરવાનું નામ નથી લઈ રહી. વિરોધ પ્રદર્શન દરમિયાન લીગના ઘણાં નેતાઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ઘણાંની તો દેશ છોડવાના પ્રયાસમાં ધરપકડ પણ કરવામાં આવી અને ઘણાં કેન્દ્રીય નેતા હજુ પણ અન્ડરગ્રાઉન્ડ છે. એવા પણ અહેવાલ સામે આવી રહ્યાં છે કે, નેતાઓને ઘરે પરત ફરવા માટે લાખો રૂપિયાની ચૂકવણી કરવી પડી, તેમ છતાં તેઓ ઘરમાં કેદ રહેવા મજબૂર છે. જેના માટે તેઓ ખાલિદા જિયાની પાર્ટી બીએનપીના નેતા પર પૈસા ઉઘરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

હસીનાની પાર્ટીના કાર્યકર્તાઓની હાલત કફોડી

શેખ હસીના હાલ ભારતમાં છે અને બાંગ્લાદેશની યૂનુસ સરકાર તેને પરત લાવવા પ્રયાસ કરી રહી છે. હસીનાનો રાજકીય પાસપોર્ટ રદ્દ કરી દેવાયો છે. હસીના સામે બાંગ્લાદેશમાં 100 થી વધારે કેસ ચાલી રહ્યાં છે, જેમાં નરસંહાર, હત્યા અને અપહરણ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશ સરકારે એલાન કર્યું છે કે, હસીનાની સામે કેસની સુનાવણીનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ દરમિયાન હસીનાની આવામી પાર્ટીના નેતાઓએ અને કાર્યકર્તાઓને લઈને ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા છે. આવામી લીગે એક્સ પર પોસ્ટ કરતાં જણાવ્યું કે, પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ ખરાબ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચોઃ કેનેડા થઈ અમેરિકામાં ઘૂસણખોરી કરનારા ભારતીયો વધ્યાં, 2024માં 47000 જેટલાં પકડાયા

બાંગ્લાદેશમાં ડરનો માહોલ

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન ખતમ થઈ ગયા છે, પરંતુ હજુ પણ આવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ડરનો માહોલ છે. યૂનુસ સરકારે કહ્યું છે કે, હવે દેશમાં શાંતિ છે અને તમામ ગતિવિધિઓ સામાન્ય રીતે જ થઈ રહી છે. યૂનુસ સરકારના તમામ દાવાઓ છતાં દેશમાં ભયનો માહોલ ખતમ નથી થયો. આવામી લીગના ઘણાં નેતા હજુય અંડરગ્રાઉન્ડ છે, જે પોતાના ઘરે પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તેના માટે તેમને મોટી રકમ પણ ચુકવવી પડે છે. 

ઘરે જવા ચૂકવવી પડે છે મોટી રકમ

દોઢ મહિનાથી વધુ સમય છતાં હવે જ્યારે સ્થિતિ શાંત થઈ ગઈ છે ત્યારે આવામી લીગના નેતાઓએ હવે પોતાના વિસ્તારોમાં પરત ફરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ ઘરે પરત ફરવા તેમને મોટી રકમ ચૂકવવી પડે છે. આરોપ છે કે, જે લોકો પૈસા નથી આપતાં, તેમને પોતાના વિસ્તારમાં ઘુસવા નથી દેતાં. એવી પણ માહિતી મળી છે કે, અમુક જગ્યાએ આવામી લીગના નેતાઓ પર હુમલો પણ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ ફલોરિડામાં હરિકેન હેલેન ફૂંકાતા તારાજી વેરાશે, દરિયામાં 20 ફૂટ ઉંચા મોજા ઉછળશે

અમુક નેતા પોતાના વિસ્તારમાં પરત આવી ગયાં છે અને ઘણાં નેતા હજુ રાહ જોઈ રહ્યાં છે. તમામ નેતાઓએ સુરક્ષાના કારણે પોતાની ઓળખ છુપાવીને રાખી છે અને પોતાના વિસ્તારોનું નામ પણ નથી જણાવ્યું. જોકે, તેઓએ એવું કહ્યું છે કે, ઘરે પાછું આવવા તે મને 10 લાખ રૂપિયા સુધી આપવા પડ્યાં. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, ખાલિદા જીયા પાર્ટી બીએનપી અને વિસ્તારના પ્રભાવશાળી લોકો પૈસાની ઉઘરાણી કરી રહ્યાં છે. 

નેતાઓની આપવીતી

આવામી લીગની સત્તા ગયાબાદ પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દોઢ મહિનાથી વધુના સમયથી બેઘર છે. એક નેતાએ જણાવ્યું કે, 'પૈસા આપીને ઘરે પરત ફર્યા છીએ, થતાં ઘરમાંથી બહાર નથી નીકળી શકતો. મારે આખો દિવસ ઘરની અંદર જ રહેવું પડે છે. મારે બીએનપી સહિત ક્ષેત્રના પ્રભાવશાળી લોકોને પૈસા આપવા પડે છે.' જોકે, બીએનપી નેતાઓએ આ આરોપને ફગાવી દીધાં છે. બીજી બાજુ, આવામી લીગના મોટાભાગના નેતા હજુ પણ અંડરગ્રાઉન્ડ રહેવા માટે મજબૂર છે. ઘણાંએ તો દેશ છોડી દીધો ચે. વળી, ઘણાંની દેશ છોડવાના પ્રયાસમાં ધરપકડ કરવામાં આવી છે. 



Google NewsGoogle News